________________
ગાથા : પ૬
પાંચમો કર્મગ્રંથ
૨૩૭
પ્રશ્ન = ત્રણ પલ્યોપમના યુગલિક ભવ પછી ૧ પલ્યોપમનો દેવનો ભવ શા માટે લીધો ? યુગલિકો સમાનસ્થિતિમાં પણ જાય છે તો ૨ અથવા ૩ પલ્યોપમવાળો દેવનો ભવ કેમ લેવાતો નથી. તે લઈએ તો વધારે અબંધકાળ સંભવી શકે છે.
ઉત્તર = શાસ્ત્રમાં આટલો જ અબંધકાળ કહેલ હોવાથી આ પ્રમાણે પ્રક્રિયા કરનારો જીવ તેવા પ્રકારના જીવ સ્વભાવે જ ૧ પલ્યોપમવાળામાં જ જાય. અધિક આયુષ્યવાળામાં ન જાય. આવો ભાવ ગ્રન્થકારના વિધાનથી તથા શાસ્ત્રાન્તરોથી સમજાય છે.
પ્રશ્ન = રૈવેયકના ૩૧ સાગરોપમના ભવ પછી મનુષ્યમાં આવી બે વાર વિજયાદિમાં જવાનું કહ્યું. અને ત્યારબાદ મનુષ્યભવમાં અંતર્મુહૂર્ત મિશ્રગુણસ્થાનકે જઈને ત્રણ વાર અચ્યતે જવાનું કહ્યું. પરંતુ વિનતિષ દિવરમ:' તત્ત્વાર્થ સૂત્ર ૪-૨૭માં વિજયાદિમાં બે વાર જાય તે મનુષ્યભવમાં આવીને મોક્ષે જ જાય એમ કહ્યું છે. વિજયાદિમાં બે વાર અને સર્વાર્થસિદ્ધમાં એક વાર જનારા જીવો તદ્ભવમોક્ષગામી હોય છે એમ કહ્યું છે તો અહીં વિજયાદિના ભવ પછી અશ્રુતના ત્રણ ભવો કેમ ઘટે ?
ઉત્તર = સ્વોપજ્ઞવૃત્તિમાં, તથા પંચસંગ્રહાદિ ગ્રન્થાન્તરોમાં પ્રથમ વિજયાદિમાં બે વાર ગયા પછી મનુષ્યભવમાં અંતર્મુહૂર્ત મિશ્રભાવ અનુભવી ત્રણ વાર અચ્યતે જવાનું સ્પષ્ટ લખે છે. તેથી અનુમાન કરાય છે કે વિજયાદિના બે ભવ કર્યા પછી તુરત મોક્ષે જાય આ પ્રમાણેનું તત્ત્વાર્થ સૂત્રકારનું જે વિધાન છે તે બાહુલ્યતાને આશ્રયી હશે. અને તેથી કવચિત્ ઉપર મુજબ પણ ભવો થતા હશે.'
૧. સ્વોપજ્ઞ ટીકામાં પ્રથમ વિજ્યાદિમાં બે વાર જઈને ૬૬ સાગરોપમ કાળ પુરીને મનુષ્યભવમાં અંતર્મુહૂર્ત મિશ્રે જઇને ત્યારબાદ ત્રણવાર અચ્યતે જવાનો પાઠ બે-ત્રણવાર છે. તેથી તત્ત્વાર્થસૂત્રનું વિધાન પ્રાયિક હોય એમ લાગે
૧૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org