________________
ગાથા : પપ
પાંચમો કર્મગ્રંથ
૨૨૯
હવે પર્યાપ્તા જીવોમાં જો વૃદ્ધિ થાય તો વર્તમાનકાળે તે પર્યાપ્તા જીવને જેટલો યોગ વર્તતો હોય (જે યોગસ્થાન વર્તતું હોય) તેનાથી અનંતર સમયે કંઈક અધિક અર્થાત્ અસંખ્યાતમા ભાગે અધિક યોગ વધે છે. કોઈક કાળે સંખ્યાતભાગ અધિક યોગ વધે છે. કોઈક કાળે સંખ્યાતગુણો અને કોઈક કાળે અસંખ્યાત ગુણો યોગ વધે છે. એમ ચાર પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારે તે જીવમાં યોગની વૃદ્ધિ થાય છે. અને જો હાનિ થાય તો પણ તે જ ચાર પ્રકારે અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન અને અસંખ્યાતગુણહીન એમ ચાર પ્રકારે યોગની હાનિ થાય છે. પરંતુ અનંતગુણ વૃદ્ધિ કે અનંતગુણહાનિ થતી નથી. કારણ કે જઘન્યયોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાનક સુધીમાં વર્ગણાઓ અને સ્પર્ધકો અસંખ્યાતગુણ જ છે. અનંતગુણ નથી. તેથી પ્રથમ જઘન્ય યોગસ્થાનથી અન્તિમ ઉત્કૃષ્ટ યોગસ્થાન વધુમાં વધુ અસંખ્યાતગુણા જ યોગવાળું થાય છે. અનંતગુણવાળું થતું નથી. તે જ રીતે અન્તિમ યોગસ્થાનથી પ્રથમ યોગસ્થાન અસંખ્યાતગુણહીન યોગવાળું જ થાય છે. પરંતુ અનંતગુણહીન યોગવાળું થતું નથી. - હવે પર્યાપ્ત જીવો જો યોગની હાનિ અથવા વૃદ્ધિવાળા ન થાય અને તેના તે જ યોગમાં જો વર્તે તો જઘન્યથી ૧ સમય રહે પરંતુ વધુમાં વધુ એક યોગસ્થાનમાં કેટલો કાળ રહે ? આ ચર્ચા આ રીતે જાણવી.
જઘન્યયોગસ્થાનકથી આરંભીને પ્રારંભનાં કેટલાંક (સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ) યોગસ્થાનો વધુમાં વધુ ચાર સમય સુધી ટકે છે. પછીનાં કેટલાંક (સૂચીશ્રેણીના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પરંતુ કંઈક ન્યૂન) યોગસ્થાનો પાંચ સમય સુધી ટકે છે. એમ ક્રમસર કેટલાંક છે સમય સુધી, કેટલાંક સાત સમય સુધી, અને કેટલાંક આઠ સમય સુધી ટકે છે. ત્યારબાદનાં કેટલાંક સાત સમય, કેટલાંક છ સમય, એમ પાંચ સમય, ચાર સમય, ત્રણ સમય, અને અન્તિમ કેટલાંક વધુમાં વધુ બે સમય સુધી વર્તે છે. આ પ્રમાણે પર્યાપ્ત જીવોમાં યોગની હાનિ પણ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org