________________
૨૩૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૫
છે, વૃદ્ધિ પણ થાય છે, અને અવસ્થિત પણ રહે છે. પરંતુ અપર્યાપ્તા જીવોમાં તો પ્રતિક્ષણે યોગની અવશ્ય વૃદ્ધિ જ થાય છે. અને તે પણ અસંખ્યાતગુણાકારે જ વૃદ્ધિ થાય છે. હાનિ કે અવસ્થિતતા હોતી નથી અને વૃદ્ધિ પણ અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, અને સંખ્યાત ગુણ એમ શેષ ત્રણ પ્રકારની હોતી નથી. માત્ર એક જ જાતની વૃદ્ધિ થાય છે. અને તે પણ નિયમા અસંખ્યાતગુણ જ.
પ્રશ્ન - પર્યાપ્ત જીવોમાં ધારો કે પ્રતિક્ષણે અસંખ્યાતભાગ અધિક અધિક યોગ વધ્યા જ કરે તો કેટલા કાળ સુધી વધુમાં વધુ વધ્યા જ કરે ? એવી જ રીતે અસંખ્યાતમા ભાગે ઘટે તો કેટલા કાળ સુધી વધુમાં વધુ ઘટ્યા જ કરે ? તે જ પ્રમાણે સંખ્યામાં ભાગે, સંખ્યાતગુણે અને અસંખ્યાતગુણે વધે કે ઘટે તો વધુમાં વધુ કેટલા કાળ સુધી ?
ઉત્તર - પર્યાપ્તા જીવોમાં જો પ્રતિસમયે અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ અને સંખ્યાતગુણ આ ત્રણ પ્રકારે યોગની હાનિ કે વૃદ્ધિ થાય તો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી વધ્યા જ કરે અથવા ઘટ્યા જ કરે છે, એમ ઉત્કૃષ્ટથી બને છે. અને જઘન્યથી એક સમય જ હાનિ-વૃદ્ધિ થઈને બીજા સમયે બીજા પ્રકારની હાનિ-વૃદ્ધિ પણ થાય છે. પરંતુ અસંખ્યાત ગુણવાળી જો ચોથા પ્રકારની હાનિ અથવા વૃદ્ધિ થાય તો જઘન્યથી એક સમય થાય છે. અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી પણ થઈ શકે છે. આ નિયમ પર્યાપ્ત માટે જાણવો. અપર્યાપ્ત જીવો તો પ્રતિક્ષણે અસંખ્યાતગુણા યોગે જ વધે છે અને તે અંતર્મુહૂર્ત સુધી (સ્વયોગ્ય પર્યાપ્તિઓ સમાપ્ત કરે ત્યાં સુધી) વધે છે. હાનિ થતી જ નથી.
યોગનું યત્કિંચિત્ વર્ણન કર્યપ્રકૃતિ પ્રમાણે સમજાવીને હવે આઠે કર્મોના એકેક સ્થિતિસ્થાનોમાં તેના બંધના હેતુભૂત કાષાયિક અધ્યવસાયસ્થાનો કેટલાં કેટલાં હોય ? તે સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org