________________
ગાથા : પ૩-૫૪ પાંચમો કર્મગ્રંથ
૨૨૫ જીવસ્થાનકમાં કંઈક ન્યૂન સાતીયા ત્રણ ભાગ આદિની જ ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય છે. અને તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ તેટલી જઘન્યસ્થિતિ બંધાય છે. તેથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના જેટલા સમય થાય તેટલાં સ્થિતિસ્થાનો આ ચાર જીવભેદમાં હોય છે.
પરંતુ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ નાનો-મોટો અસંખ્યાત જાતનો હોય છે. તેથી અપર્યાપ્તા સૂક્ષ્મમાં, અપર્યાપ્તા બાદરમાં, પર્યાપ્તા સૂક્ષ્મમાં અને પર્યાપ્તા બાદરમાં ૪૯મી ગાથામાં જણાવ્યા પ્રમાણે અનુક્રમે મોટો મોટો એવો આ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાણવો કારણ કે આ ક્રમે જ ચારે જીવભેદોમાં ચૈતન્યતા અધિક અધિક આવિર્ભત હોવાથી વધારે વધારે વિશુદ્ધિ પણ આ જ ક્રમે હોય છે. જેથી અતિશય વધારે વધારે જઘન્યસ્થિતિ પણ બંધાય છે. તથા વધારે વધારે સંક્લિષ્ટતા પણ આ જ ક્રમે હોય છે. તેથી ઉત્કૃષ્ટસ્થિતિ પણ આ જ ક્રમે બંધાય છે. અસત્કલ્પનાએ સાતીયા ત્રણ ભાગને ૧૩૦૦ના આંકની કલ્પના કરીએ. અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મોટામાં મોટો ૩૦૦ના આંકનો અને નાનામાં નાનો ૧૦નો કલ્પીએ તો સૂ. અપ.માં ૧૨૪૬ થી ૧૨૫૫ સુધીનાં ૧૦ સ્થિતિસ્થાનો થાય છે. બા. અપ.માં ૧૨૩૬ થી ૧૨૬૫ સુધીનાં ૩૦ સ્થિતિસ્થાનો થાય છે. સૂ. પ.માં ૧૨૧૧ થી ૧૨૯૦ સુધીનાં ૮૦ સ્થિતિસ્થાનો થાય છે. બા. ૫. માં ૧૦૦૧ થી ૧૩૦૦ સુધીનાં 800 સ્થિતિસ્થાનો થાય છે.
આ ચારે જીવસ્થાનકોમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચેનો ગાળો પલ્યોપમના અસં. ભાગ પ્રમાણ જ છે. પરંતુ તે નાનો-મોટો હોવાથી પરસ્પર સંખ્યાતણાં સ્થિતિસ્થાનો થાય છે. તે સમજાવવા ચારે જીવભેદોમાં અસત્કલ્પનાએ અનુક્રમે ૧૦, ૩૦, ૮૦, ૩૦૦ સ્થાનો કલ્પીને બમણાથી વધારે બતાવવા માટે આ રૂપક કહ્યું છે.
બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org