________________
ગાથા : પ૩-૫૪
પાંચમો કર્મગ્રંથ
૨૧૯
ભાગમાં ઓછું ઓછું કરણવીર્ય હોય છે. બોલવાનું કાર્ય કરો ત્યારે જીભના ભાગમાં વધારે વીર્ય અને શેષભાગોમાં હીન હીન વીર્ય થાય છે. સાંકળનો એક અંકોડો જોરથી ચલાવીએ તો હાથમાં રહેલો અંકોડો વધારે ચાલે છે અને પછી પછીના અંકોડા ક્રમશઃ હીન-હીન ચાલે છે. તેમ અહીં પણ સમજવું. પૂજયપાદ શ્રી શિવશર્મસૂરિજીએ કર્મપ્રકૃતિમાં કહ્યું છે કે“परिणामालंबणगहणसाहणं, तेण लद्धनामतिगं ।
બ્બાબ્બાસીપુ UFMવેવિમીયપર્સ | વંધન. . ૪ ”
ઔદારિકાદિ શરીરોની રચનાના કાળે તથા શ્વાસ, ભાષા અને મનના પ્રયોગકાળે ઔદારિકાદિ વર્ગણાઓનાં પુદ્ગલોને ગ્રહણ કરવામાં, પરિણમન પમાડવામાં, અને શ્વાસાદિની બાબતમાં તેનું આલંબન લઈને છોડવામાં આ વીર્ય સાધન બને છે. તેથી તેનાં ત્રણ નામ છે તથા કરાતા કાર્યનો અભ્યાસ (નિકટતા) અને આત્મપ્રદેશોનો પરસ્પર પ્રવેશ હોવાથી વિષમ વીર્યવાળા પ્રદેશો કરાયા છે. કર્મપ્રકૃતિ બ.ક.ગાથા ૪
પ્રશ્નઃ એક આત્માના પ્રદેશો કેટલા ? એક એક આત્મપ્રદેશમાં જો કરણવીર્ય હીનાધિક છે. તો સમાનવીર્યવાળા પ્રદેશો કેટલા ? ઓછામાં ઓછા વીર્યવાળા આત્મપ્રદેશોમાં પણ કેટલું વીર્ય હોય ? કયા ક્રમે વધારો થાય? તે વધારો સતત હોય કે સાન્તર હોય ?
ઉત્તર- ચૌદ રાજલોક પ્રમાણ જે એક લોકાકાશ છે. તેના જેટલા આકાશપ્રદેશો છે. તેટલા આત્મપ્રદેશો, એક એક આત્માના છે. લોકાકાશના આકાશપ્રદેશોની સંખ્યાથી એક પણ આત્મપ્રદેશ હીન કે અધિક નથી. તેથી જ કેવલીસમુઘાત કાળે આ જીવ લોકવ્યાપી થઈ શકે છે.
આ કરણવીર્ય સર્વે જીવો કરતાં સૂક્ષ્મનિગોદના જીવમાં ઉત્પત્તિના પ્રથમસમયે અત્યન્ત હીન હોય છે. કારણ કે આ જીવને વચન અને મન તો છે જ નહીં અને કાયા પણ અતિશય સૂક્ષ્મ છે. તેમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org