________________
૨૨૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૩-૫૪
ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી સૂક્ષ્મનિગોદના સર્વે જીવોમાં પણ સમાનપણે કરણવીર્ય નથી, પરંતુ હીનાધિક છે. કોઈમાં પ્રવર્તતું તે વીર્ય હીન છે. કોઈમાં અધિક છે. તેથી ઉત્પત્તિના પ્રથમસમયવર્તી સૂક્ષ્મ નિગોદજીવોમાં પણ જે જીવ સૌથી જઘન્યવીર્યવાળો હોય છે. તેવા જીવના કરણવીર્યની આપણે અત્યારે વિચારણા કરીએ છીએ. કારણ કે વપરાતું જે આ કરણવીર્ય છે તેને જ યોગ કહેવાય છે. અને યોગના અલ્પબદુત્વના પ્રકરણનો આ અધિકાર પ્રસ્તુત છે.
સર્વે જીવો કરતાં જઘન્ય કરણવીર્યવાળા સૂક્ષ્મનિગોદ જીવના એક લોકાકાશ જેટલા આત્મપ્રદેશોમાં કાર્યની નિકટતાને અનુસાર અને આત્મપ્રદેશોના શૃંખલાવયવની જેમ પરસ્પર સંબંધવિશેષને કારણે હીનાધિકપણે કરણવીર્ય પ્રવર્તે છે. તેથી તે આત્મામાં ઓછામાં ઓછા વીર્યવાળો એક આત્મપ્રદેશ લઈએ અને તે એક આત્મપ્રદેશ સંબંધી વીર્યના અવિભાજ્ય ભાગ પાડીએ (કેવલી ભગવાનની દૃષ્ટિએ પણ જેના ફરીથી બે ભાગ ન થાય એવા સૂક્ષ્મ અણુઓ જો તે વીર્યના બુદ્ધિથી કરીએ) તો એક લોકાકાશ જેવા અસંખ્ય લોકાકાશ કલ્પીએ અને તેના જેટલા આકાશપ્રદેશો થાય તેટલા વીર્યના અણુઓ પ્રમાણ કરણવીર્ય જઘન્ય વીર્યવાળા ૧ આત્મપ્રદેશમાં હોય છે. દાખલા તરીકે અસત્કલ્પનાએ એક આત્માના આત્મપ્રદેશો એક લોકાકાશપ્રદેશ પ્રમાણ એટલે ૧૦,૦૦૦ દસ હજાર છે. તે આત્માના જઘન્યવીર્યવાળો જે એક આત્મપ્રદેશ છે. તેમાં જે વીર્ય છે. તે વીર્ય અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ એટલે ૧,૦૦,૦૦૦ એક લાખ વીર્યાવિભાગ પ્રમાણ છે. આ આત્મપ્રદેશની સાથે સમાનપણે વીર્યવાળા એટલે કલ્પનાથી બરાબર એક લાખ વીર્યાવિભાગવાળા અસંખ્ય આત્મપ્રદેશો (ઘનીકૃતલોકના અસંખ્યાતમાભાગના આકાશપ્રદેશો જેટલા આત્મપ્રદેશો) હોય છે. તે સમાન વીર્યાવિભાગવાળા અસંખ્ય આત્મપ્રદેશોનો સમુદાય તેને યોગની પ્રથમ વર્ગણા કહેવાય છે. યોગ વર્ગણા એટલે પરસ્પર સમાનવીર્યવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org