________________
૫૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૧૩-૧૪
પ્રત્યાખ્યાનાવરણથી ઘાત્ય છે. અને સંજ્વલનકષાયથી તો યથાખ્યાત ચારિત્ર ઘાય છે. તથા સંજ્વલનકષાયના ઉદયકાળે તે યથાખ્યાતચારિત્ર તો અંશથી પણ આવતું નથી. અર્થાત્ તે યથાખ્યાતનો તો સર્વથા ઘાત કરે જ છે. કારણ કે એકલા સંજ્વલનનો ઉદય ૬ થી ૧૦માં હોય છે અને યથાખ્યાતચારિત્ર તો ૧૧ થી ૧૪માં આવે છે. તેથી તેનો ઘાયગુણ યથાખ્યાતચારિત્ર છે. તેનો તો તે સંજવલન કષાય સર્વથા જ ઘાત કરે છે. તેથી સંજવલનકષાયને સર્વઘાતી જ કહેવા જોઈએ ?
ઉત્તર :- અહીં પણ પરમાર્થથી વિચારીએ તો સંવલનકષાયો યથાખ્યાત ચારિત્રના ઘાતક નથી. પરંતુ પ્રાપ્ત થયેલા ચારિત્રમાં અતિચારો જ ઉત્પન્ન કરનારા છે. અને અતિચારો ઉત્પન્ન કરનારા કષાયો હોય એટલે નિરતિચાર ચારિત્ર આવે નહીં. તેથી નિરતિચાર (યથાખ્યાત) ચારિત્રના ઘાતક તરીકે તે કષાયો પ્રસિદ્ધ છે. પરંતુ પરમાર્થથી જો વિચારીએ તો ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય સર્વવિરતિ-ચારિત્રનો મૂલથી ઘાતક છે. એટલે કે તે કષાયનો ઉદય હોતે છતે ચારિત્ર આવતું જ નથી, તેથી તે કષાય સર્વઘાતી કહેવાય છે. સંજ્વલન કષાય તેવી રીતે સર્વવિરતિ ચારિત્રનો મૂળથી ઘાતક નથી. પરંતુ ત્રીજા કષાયના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ચારિત્રમાં કાંટાકાંકરા નાખવાનું (દોષો ઉત્પન્ન કરવાનું) કામ આ સંજવલનનું છે. માટે આ કષાય ચારિત્રનો મૂળથી ઘાતક નથી તેથી સર્વઘાતી કહ્યો નથી. અને પ્રાપ્ત થયેલા ચારિત્રમાં અતિચાર ઉત્પાદક છે માટે દેશઘાતી કહ્યો છે. અને આ કષાયના ઉદયથી અતિચારો આવતા હોવાથી નિરતિચાર ચારિત્ર (યથાખ્યાતચારિત્ર) રોકાઈ જ રહે છે. તેથી તે યથાખ્યાતના ઘાતક તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. (અહીં “ઘાતક”- શબ્દનો અર્થ પ્રતિબંધક = અતિચારોત્પાદક કરવો.) તેથી સંજ્વલનકષાયોનું વાસ્તવિક કાર્ય પ્રાપ્તચારિત્રમાં અતિચારજનકતા માત્ર છે. જેમ મિથ્યાત્વમોહનીય સમ્યકત્વનો સર્વથા ઘાત કરે છે. માટે સર્વઘાતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org