________________
•ગાથા : ૧૬-૧૭
પાંચમો કર્મગ્રંથ
૬૭
વાણી = વાસી પવિપત્તિ = પાપપ્રકૃતિઓ છે. તો, વિ = પુણ્ય અને પાપ એમ બન્નેમાં વના દ = વર્ણાદિનું ગ્રહણ હેવાથી, સુહા મસુરા = શુભ-અશુભ છે. ૧૭
ગાથાર્થ = ઉપરની ગાથામાં કહેલી ૪૨ પુણ્ય પ્રકૃતિઓ છે. તથા પહેલા વિનાનાં પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, પાંચ સંઘયણ, તિર્યચકિક, અસાતા વેદનીય, નીચગોત્ર, ઉપઘાતનામકર્મ એકેન્દ્રિય જાતિ, વિક્લેન્દ્રિયત્રિક, નરકનું ત્રિક, સ્થાવરનું દશક, વર્ણચતુષ્ક, અને ઘાતકર્મોની ૪૫ પ્રકૃતિઓ સહિત કુલ ૮૨ પાપ પ્રકૃતિઓ છે. વર્ણાદિ ચતુષ્કનું ગ્રહણ પુણ્ય અને પાપ એમ બન્નેમાં હોવાથી શુભ પણ છે. અને અશુભ પણ છે. મે ૧૬-૧૭ ||
વિવેચન - ઉપરની ૧૫મી ગાથામાં જે ૪૨ પ્રકૃતિઓ જણાવી છે. તે પુણ્યપ્રકૃતિઓ કહેવાય છે. હવે ૮૨ પાપ પ્રકૃતિઓ જણાવે છે.
પદમ શબ્દ પાછળના ત્રણેની સાથે જોડવો. પહેલા વિનાનાં પાંચ સંસ્થાન, બીજી અશુભ વિહાયોગતિ, પહેલા વિનાનાં પાંચ સંઘયણ, તિપંચનું દ્રિક, અસતાવેદનીય, નીચગોત્ર, ઉપધાતનામકર્મ, એકેન્દ્રિય જાતિ, વિક્લેન્દ્રિયત્રિક, નરકનું ત્રિક, સ્થાવરનું દશક, વર્ણચતુષ્ક, અને ઘાતી કર્મોની ૪૫ પ્રકૃતિઓ (જ્ઞાના. ૫, દર્શના.૯, મોહનીયની ૨૬, અને અંત. ૫) એમ કુલ ૮૨ પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ કહેવાય છે. પૂર્વે કહેલી ૪૨ પ્રકૃતિઓના ઉદયકાળે જીવ સુખી થાય છે. અને ૮૨ પ્રકૃતિઓના ઉદયકાળે જીવ દુઃખી થાય છે તેથી તે પુણ્ય-પાપ કહેવાય છે.
પ્રશ્ન = ૪૨+૮૨ મેળવતાં ૧૨૪ થાય. અને બંધમાં તો આઠે કર્મોની પ્રકૃતિઓ ૧૨૦ કહી છે. તો અંકની સરખી સમાન સંખ્યા મળતી ન હોવાથી વિરોધ કેમ નહીં આવે?
ઉત્તર = વર્ણાદિ ચતુષ્ક શુભમાં પણ છે. અને અશુભમાં પણ છે. કારણ કે વર્ણના પાંચ ભેદોમાંથી ત્રણ શુભમાં છે અને બે અશુભમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org