________________
ગાથા : ૩૪
પાંચમો કર્મગ્રંથ
૧૩૭
પલ્યોપમ જેટલું મોટું આયુષ્ય બાંધતા નથી તો તે જીવો પરભવનું આયુષ્ય વધુમાં વધુ કેટલું બાંધે છે? તે ગ્રન્થકાર સમજાવે છે કે –
એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય જીવો મૃત્યુ પામીને માત્ર કર્મભૂમિના તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે, દેવ-નારકીમાં તથા યુગલિકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે એકેન્દ્રિયાદિ જીવો કર્મભૂમિના તિર્યંચ-મનુષ્યનું ઉત્કૃષ્ટથી “પૂર્વક્રોડ વર્ષ”નું જ આયુષ્ય બાંધે છે. તેનાથી વધારે આયુષ્ય યુગલિકના ભવમાં હોય છે. અને તે આયુષ્ય આ જીવો બાંધતા નથી. મનુષ્ય અને તિર્યંચનાં એમ બન્ને આયુષ્ય પુણ્ય પ્રકૃતિ છે. તે બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે. એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયના ભવો એવા છે કે પૂર્વક્રોડ વર્ષથી વધારે આયુષ્ય બાંધે તેવી વિશુદ્ધિ ત્યાં સંભવતી નથી. તેથી ૧-૨-૩ પલ્યોપમનું આયુષ્ય આ જીવો બાંધતા નથી
ચોર્યાસી લાખને ચોર્યાસી લાખે ગુણવાથી જે આવે તે પૂર્વ કહેવાય છે. જેમકે ૮૪,૦૦,૦૦૦ x ૮૪,૦૦,૦૦૦ = ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ આટલા વર્ષોનું એક પૂર્વ થાય છે. તેવાં એક ક્રોડ પૂર્વ જેટલું આયુષ્ય આ જીવો ઉત્કૃષ્ટથી બાંધે છે. આ જ કારણે એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયના જીવો યુગલિકના ભવમાં ઉત્પન્ન થતા નથી.
તિર્યંચો અને મનુષ્યો જ અસંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. દેવનારકી, અસંજ્ઞી હોતા નથી. કારણ કે દેવ-નારકી નિયમ સંજ્ઞી જ હોય છે. તે અસંજ્ઞી પંચેન્દ્રિયમાં તિર્યંચો પર્યાય અને અપર્યાપ્તા બને જાતના હોય છે. પરંતુ અસંજ્ઞી પં. મનુષ્યો નિયમા અપર્યાપ્તા જ હોય છે. જીવવિચારમાં જલચરાદિના ભેદોમાં પાંચના ગર્ભજ- સંમૂર્ણિમ અને તેના પર્યાપ્તા-અપર્યાપ્તા કરતાં ૨૦ ભેદ જણાવ્યા છે. પરંતુ મનુષ્યોના ૧૦૧ ભેદોમાં ગર્ભજ પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા, અને સંમૂર્ણિમ અપર્યાપ્તા કરતાં ૩૦૩ ભેદ થાય છે. હવે જે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો છે તે પંચેન્દ્રિય હોવાથી અને પર્યાપ્તા હોવાથી એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org