________________
૧૪૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૬
95, , અને કે થાય છે. સમાન આંક વડે છેદ કરતાં આ બધી જ સંખ્યા નાની થાય છે. તેથી , , , , , , , , અને 3 થાય છે. તેમાં પલ્યો.નો અસં. ભાગ ન્યૂન કરીએ તેટલી જઘન્યસ્થિતિ તે પ્રકૃતિઓની જાણવી.
(૮) નીચગોત્રની ૨૦ કોડાકોડી છે. એટલે ૭૦ વડે ભાગતાં ૩ થાય છે. તેમાંથી પલ્યોપમનો અસં. ભાગ ઓછો કરતાં જઘન્યસ્થિતિ આવે છે.
આ પ્રમાણે ૮૫ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ લાવવાની આ નીતિરીતિ છે. પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગવી. જે આવે તેમાંથી પલ્યો.નો અસં. ભાગ ઓછો કરવો. એ જ જઘન્યસ્થિતિ કહેવાય છે. ૮૫ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિમાં કર્મગ્રંથના આ અભિપ્રાયથી પંચસંગ્રહમાં અને કર્મપ્રકૃતિમાં કંઈક અંશે અભિપ્રાય જુદો પડે છે. તે પણ અહી જાણી લઈએ. ઉપર જે અભિપ્રાય જણાવ્યો છે. તે આ કર્મગ્રંથનો છે એમ જાણવું.
પંચસંગ્રહકારનો અભિપ્રાય એવો છે કે પોત પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તે જ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ કહેવાય. એકેન્દ્રિય જીવો જઘન્યથી તેટલી સ્થિતિ બાંધે છે. તેમાં પલ્યો.નો અસં. ભાગ ન્યૂન કરવો નહીં તથા સ્વકીય ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તે જઘન્યસ્થિતિ છે તેમાં પલ્યો.નો અસં. ભાગ ઉમેરીએ તેટલી સ્થિતિ એકેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટપણે બાંધે. આવો અભિપ્રાય પંચસંગ્રહકારનો છે.
કર્મપ્રકૃતિકારનો અભિપ્રાય એવો છે કે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગવા માટે “પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ” ન લેવી, પરંતુ વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિ લેવી. મૂલકર્મની જે સ્થિતિ તે જ તેની સર્વે ઉત્તર પ્રવૃતિઓના વર્ગની ગણવી. ફક્ત મોહનીયમાં દર્શનમોહનીય, કષાયમહનીય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org