________________
૧૫૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૯
જઘન્યસ્થિતિ પણ ગ્રન્થકારે કહી જ છે. ઉત્કૃષ્ટસ્થિતિબંધવાળા અંતઃકોડાકોડી કરતાં જઘન્યસ્થિતિબંધની સંખ્યાતગુણહીન અંત:કોડાકોડી પ્રમાણ જણાવી જ છે. તે વિષયમાં બીજા કેટલાક આચાર્યો કંઈક ભિન્ન મત ધરાવે છે. તે મતાન્તર ગ્રન્થકાર સમજાવે છે.
સુરી ના = કેટલાક આચાર્યો જિનનામકર્મની જઘન્ય સ્થિતિ દેવાયુષ્યતુલ્ય (૧૦ હજાર વર્ષ પ્રમાણ) માને છે. અને આહારદ્ધિકની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ માને છે. આ અન્ય આચાર્યોનો મત હોવાથી મતાન્તર છે.
પ્રશ્ન :- અન્ય કેટલાક આચાર્યો આ ત્રણ કર્મોની જઘન્યસ્થિતિની બાબતમાં જે આ મતાન્તર માને છે. અર્થાત્ ભિન્ન મત ધરાવે છે. તેની પાછળ શું કોઈ યુક્તિ હોઈ શકે ? કોઈ વિવલાએ તેઓનો મત યુક્તિસંગત થાય ?
ઉત્તર :- આ મતાન્તર માનવામાં તેઓના હૈયામાં શો આશય હશે તે તો કેવલી પરમાત્મા જ જાણે. કોઈ ઉલ્લેખ જાણવા મળતો નથી. પરંતુ આપણી પોતાની કલ્પનાથી વિચારીએ તો આવી યુક્તિ હોય એમ અનુમાન કરાય છે.
ત્રીજા ભવે જે નિકાચિત જિનનામ બંધાય છે. તેમાં પહેલો અને છેલ્લો મનુષ્યનો ભવ અને વચ્ચે દેવ-નારકીનો ભવ. આ જઘન્યસ્થિતિ અધિકાર ચાલે છે. એટલે આ ત્રણે ભવો શક્ય હોય તેટલા નાની સ્થિતિવાળા લેવા. દેવ-નારકીનો નાનો ભવ ૧૦ હજાર વર્ષનો હોય છે. અન્તિમ મનુષ્યનો ભવ તીર્થંકર પ્રભુનો ૭૨ વર્ષનો હોય છે. પ્રથમનો મનુષ્યનો ભવ શક્ય હોય તેટલા ઓછા સંખ્યાતા વર્ષનો લેવો. ૧૦ હજાર વર્ષની અપેક્ષાએ ૭૨ વર્ષ અને સંખ્યાતા વર્ષો એ અપેક્ષાએ અતિશય અલ્પ હોવાથી લખ્યા નથી. આ રીતે નિકાચિત જિનનામને આશ્રયી માનવના બે ભવના યથાયોગ્ય અલ્પ વર્ષોથી યુક્ત ૧૦ હજાર વર્ષ પ્રમાણ જઘન્યસ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org