________________
પાંચમો કર્મગ્રંથ
સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામ્યા નથી તેવા જીવોને આશ્રયી અનાદિ અને જે જીવો કદાપિ નિગોદમાંથી નીકળવાના જ નથી તેવા જીવોને આશ્રયી અનુત્કૃષ્ટબંધ ધ્રુવ એમ વિચારીએ તો શું ચાર ભાંગા ન ઘટે ?
ગાથા : ૪૬
ઉત્તર ઃ- આ પ્રશ્ન બરાબર છે. પરંતુ આ સર્વે ભાંગા વ્યવહાર રાશિવાળા જીવોને આશ્રયી છે. જે જીવો એકવાર અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવ્યા હોય તેવા જીવોની અપેક્ષાએ આ ભાંગા સમજાવાય છે. અને વ્યવહારરાશિમાં આવેલા જીવો ત્રસત્વપંચેન્દ્રિયત્વ-પર્યાપ્તત્વ આદિ અવસ્થા પ્રાયઃ પામી ચૂક્યા હોય છે. તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરવાનો સંયોગ પણ આવી ચૂક્યો હોય છે. આ કારણે અનુભૃષ્ટસ્થિતિબંધ ચાર પ્રકારે કહ્યો નથી.
૧૮૭
આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાય છે. અને તે પણ સતત અન્તર્મુહૂર્ત માત્ર જ બંધાય છે. ત્યારબાદ અવશ્ય વિરામ પામે જ છે. હવે પૂર્વક્રોડ વર્ષાયુષ્યમાન જીવ પોતાના ભવના ત્રીજા ભાગના પ્રથમ સમયે પરભવનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધવા માંડે, તે પ્રથમ સમયે ઉત્કૃષ્ટની સાદિ, બીજા સમયે અબાધાકાળ ૧ સમય ઓછો થવાથી બંધાતું આયુષ્ય અનુત્કૃષ્ટ કહેવાય, તેથી બીજા સમયે ઉત્કૃષ્ટ અધ્રુવ અને અનુભૃષ્ટની સાદિ, અંતર્મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે તે અનુભૃષ્ટ બંધ પણ વિરામ પામે માટે અધ્રુવ. એમ ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટના સાદિઅધ્રુવ બે જ ભાંગા થાય છે. એવી જ રીતે મૃત્યુના દ્વિચરમ અન્તર્મુહૂર્તકાળે (અબાધા સહિત બે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે) પરભવનું જઘન્ય ક્ષુલ્લકભવનું આયુષ્ય બાંધવા માંડે, બાંધતાં બાંધતાં સ્થિતિબંધના કાળવાળું પ્રથમ અંતર્મુહૂર્ત પસાર થાય, તે અંતર્મુહૂર્તના ચરમ સમયે જે આયુષ્યબંધ થાય (અબાધાકાળના અંતર્મુહૂર્ત સહિત એક ક્ષુલ્લકભવ પ્રમાણ) તે જઘન્ય આયુષ્યબંધ. તે બુધ્યમાન જઘન્યસ્થિતિબંધના પ્રથમ અંતર્મુહૂર્તના ચરમ સમયે સાદિ, પછીના તુરતના જ સમયે તે બંધ વિરામ પામે માટે જઘન્ય અધ્રુવ. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org