________________
ગાથા : ૫૧
પાંચમો કર્મગ્રંથ
૨૦૫
અને (૪) પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ. એવી જ રીતે મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે વર્તતા સંજ્ઞી પંચેન્દ્રિયના ચાર બોલમાં સ્થિતિબંધ ક્રમશઃ સંખ્યાતગુણો જાણવો. આ પ્રમાણે આ ગાથામાં કુલ ૧૧ બોલનું અલ્પ-બહુત્વ સમજાવ્યું. તેમાં પ્રથમના ૧૦ બોલમાં જે સ્થિતિબંધ થાય છે તે સર્વે અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ જાણવો. માત્ર અંતઃકોડાકોડીનું માપ નાનું-મોટું લેવું અને છેલ્લા અગિયારમાં બોલમાં અંત:કોડાકોડી સાગરોપમથી માંડીને ૨૦-૩૦-૪૦ અને ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમજવો.
પ્રશ્ન = યતિના (મુનિના) અને દેશવિરતિના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે બે બોલો કહ્યા. અને અવિરતિના તથા મિથ્યાષ્ટિના ચાર ચાર બોલ કહ્યા, તેનું શું કારણ? અવિરતિ અને મિથ્યાષ્ટિની જેમ દેશવિરતિમાં અને યતિમાં ચાર ચાર બોલ કેમ કહેતા નથી ?
ઉત્તર = અવિરત સમ્યગ્દષ્ઠિત્વ અને મિથ્યાદષ્ટિવ અપર્યાપ્ત અવસ્થામાં (કરણ અપર્યાપ્તાવસ્થામાં) અને પર્યાપ્તાવસ્થામાં (કરણ પર્યાપ્તાવસ્થામાં) એમ બન્નેમાં હોય છે કારણ કે કોઈ પણ જીવ મૃત્યુ પામ્યા બાદ મિથ્યાત્વાવસ્થા અથવા અવિરત સમ્યગ્દષ્ટિવાવસ્થા લઈને પરભવમાં જાય છે. (અહીં જો કે સાસ્વાદન લઈને પણ જાય છે, પરંતુ તે કાદાચિક હોવાથી તથા તે સંબંધી પ્રશ્ન હમણાં ચાલતો ન હોવાથી વિવક્ષા કરેલ નથી.) તેથી અપર્યાપ્તાવસ્થા અને પર્યાપ્તાવસ્થા એમ બને અવસ્થા સંભવે છે. બન્ને અવસ્થામાં જઘન્યબંધ અને ઉત્ક્રબંધ લેવાથી ચાર ચાર બોલ થાય છે. પરંતુ દેશવિરતત્વ અને યતિત્વ આ બને અવસ્થાઓ લઈને જીવ ભવાન્તરમાં જતો નથી કારણ કે માવજીવનું જ પચ્ચખાણ હોય છે. તેથી આ બે ભાવોમાં માત્ર પર્યાપ્તાવસ્થા જ હોય છે. તેથી બે જ બોલ કહ્યા છે.
પ્રશ્ન - યતિનો જઘન્યસ્થિતિબંધ પહેલા બોલમાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org