________________
૨૦૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૧
શબ્દાર્થ :- તો = તેનાથી, નિકો વળ્યો = સાધુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, સંસ્થાનો = સંખ્યાતગુણો, રેવરથ = દેશવિરતિનો, સિયો = જઘન્ય તથા ઉત્કૃષ્ટ, સમ્પ૩ = અવિરત સમ્યગ્દષ્ટિના ચાર બોલ, નિવડર = સંજ્ઞી મિથ્યાદૃષ્ટિના ચાર બોલ, ડિફર્વથા = સ્થિતિબંધો, પુલમસંરમુIT = અનુક્રમે સંખ્યાતગુણા જાણવા. // ૫૧/l,
ગાથાર્થ = તેનાથી યતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ, દેશવિરતિનો જઘન્ય તથા ઉત્કૃષ્ટસ્થિતિબંધ, અવિરત સમ્યગ્દષ્ટિના ચાર બોલ, અને સંજ્ઞી મિથ્યાષ્ટિના ચાર બોલ એમ કુલ ૧૧ બોલનો સ્થિતિબંધ અનુક્રમે સંખ્યાતગુણો કહેવો. | પ૧ |
વિવેચન = ઉપરોક્ત ગાથા ૪૯ અને ૫૦ માં કહેલા બોલોમાંનો છેલ્લો જે બોલ છે. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ, તેના કરતાં યતિનો (સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સાધુ, શ્રાવક, અવિરત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ એમ ચાર ભેદ પાડીને ગ્રંથકાર સમજાવે છે. તેથી ૬-૭-૮ મા ગુણઠાણામાં વર્તતા મુનિઓનો) ઉત્કૃષ્ટસ્થિતિબંધ કે જે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે તે બંધ સંખ્યાતગુણો છે. કારણ કે એકેન્દ્રિય કરતાં અસંજ્ઞીનો બંધ ૧૦૦૦ ગુણો છે. તો પણ તે જ્ઞા.નો ૩/૭ ૪૧૦૦૦ = ૪૨૮, ૪/૭ થાય છે. એટલે કે ચારસો અઠ્યાવીસ સાગરોપમથી કંઈક અધિક બંધ થાય છે.
જ્યારે મુનિનો ઉત્કૃષ્ટ બંધ ૧ કોડાકોડી સાગરોપમમાં કિંચિદૂન બંધ છે. તેથી તે સારી રીતે સંખ્યાતગુણ હોઈ શકે છે.
મુનિના ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરતાં દેશવિરતિધર શ્રાવક અને શ્રાવિકા જીવોનો અનુક્રમે જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણો કહેવો. તેના કરતાં અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે વર્તતા સંજ્ઞી પંચેન્દ્રિયના ૪ બોલની સ્થિતિબંધ ક્રમશઃ સંખ્યાતગુણ કહેવો. (૧) પર્યાપ્તાનો જઘન્ય, (૨) અપર્યાપ્તાનો જઘન્ય, (૩) અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org