________________
૨૧૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : પર
બાંધવામાં સંક્લેશ વધારે હોય છે. અંતર્મુહૂર્ત વાળા પહેલા સ્થિતિસ્થાનના અસંખ્ય અધ્યવસાય સ્થાનોમાં જે ઉત્કૃષ્ટ સંક્લેશ સ્થાન છે. તેના કરતાં સમયાધિક બીજા સ્થિતિસ્થાનનું જઘન્ય સંક્લેશ સ્થાન પણ વધુ કષાયવાળું હોય છે. એમ પ્રત્યેક સ્થિતિ સ્થાનોમાં જાણવું.
પ્રશ્ન - સર્વે સ્થિતિસ્થાનોમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ જે અધ્યવસાય સ્થાનો કહ્યાં તે સંખ્યામાં સમાન હોય કે હીનાધિકપણે વિષમ હોય ?
ઉત્તર :- અંતર્મુહૂર્તવાળા પ્રથમ સ્થિતિસ્થાનમાં જે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો છે તે અધ્યવસાય સ્થાનો તેની પછીના સ્થિતિસ્થાનોના અધ્યવસાયસ્થાનો કરતાં અલ્પ છે. તેના કરતાં સમયાધિક અંતર્મુહૂર્તવાળા બીજા સ્થિતિસ્થાનમાં વિશેષાધિક છે. એમ વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાયસ્થાનો ૩૦ કોડાકોડી સુધી જાણવા
પ્રશ્ન :- કોઈ પણ સ્થિતિસ્થાનના બંધમાં હેતુભૂત અધ્યવસાય સ્થાનો અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ છે એમ કહો છો, તો કારણભૂત અધ્યવસાય સ્થાનો અનેક (ચિત્ર-વિચિત્ર) અને કાર્યભૂત સ્થિતિબંધ એક (અચિત્ર) એમ થાય, જે ન્યાયથી વિરુધ્ધ છે. કારણ કે જો કારણની વિચિત્રતા હોય તો કાર્યની પણ વિચિત્રતા હોવી જોઈએ. અને સ્થિતિસ્થાનરૂપ જો કાર્યની અવિચિત્રતા છે તો અધ્યવસાય સ્થાનરૂપ કારણની પણ અવિચિત્રતા જ હોવી જોઈએ. અન્યથા આ કાર્ય-કારણભાવ ન્યાય સંગત ગણાય નહીં.
ઉત્તર : અસંખ્ય અધ્યવસાય સ્થાનો વડે બંધાતી સ્થિતિ, કાળની મર્યાદાથી સમાન બંધાતી હોવાથી અચિત્ર હોવા છતાં દ્રવ્યક્ષેત્ર-કાળ ભાવને આશ્રયીને તે ચિત્ર-વિચિત્ર પણ બંધાય છે. તેથી ન્યાયનો વિરોધ આવતો નથી. જેમ કે ૨૦ પુરુષોએ જુદા જુદા અધ્યવસાયોથી અસાતા વેદનીયકર્મ ધારો કે ૧૦૦ વર્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org