________________
ગાથા : પર
પાંચમો કર્મગ્રંથ
૨૧પ.
કારણ કષાય તથા લેશ્યા છે. ભાષાયિક અધ્યવસાયસ્થાનો અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અને તેમાંના એક એક કાષાયિક અધ્યવસાયસ્થાનમાં લેશ્યાજન્ય તરતમતા અસંખ્ય પ્રકારની છે. તેથી એક એક કાષાયિક અધ્યવસાયસ્થાનમાં રસબંધના હેતુભૂત લેશ્યાજન્ય તરતમતા રૂપ અધ્યવસાયસ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે.
આ પ્રમાણે એક કાષાયિક અધ્યવસાયસ્થાનમાં લેશ્યાની ભિન્નતાથી અસંખ્યભેદ થાય છે. તેથી એકેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થિતિબંધના હેતુભૂત કાષાયિક અધ્યવસાય સ્થાનો હોય છે અને એકેક કાષાયિક અધ્યવસાયસ્થાનોમાં વેશ્યાજન્ય તરતમતાવાળા અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસબંધના હેતુભૂત અધ્યવસાયસ્થાનો હોય છે. તેથી સ્થિતિબંધ અને રસબંધમાં સામાન્યથી કષાય કારણ છે ડિઝજુમા સાયબો (ગાથા ૯૬ પરંતુ વિશેષથી વિચારીએ તો સ્થિતિબંધમાં કારણ કષાય છે અને રસબંધમાં કારણ લેશ્યાસહચરિત કષાય છે. (મનુભાવસ્થાથ્યવસાયસ્થાનાનિ Mાઃિलेश्यापरिणामविशेषरूपाणि "सकषायोदया हि कृष्णादिलेश्यापरिणामविशेषा અનુમાન્યતવ:' રૂતિ વવનાત્ (કર્મપ્રકૃતિ બંધનકરણ ગાથા પર ની ટીકા.).
આ કારણથી જ પૂર્વે ગાથા ૪૨ થી ૪પમાં સ્થિતિબંધના સ્વામી જ્યાં કહ્યા છે ત્યાં તીવ્રસંક્લિષ્ટતાથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ અને મંદ-મંદતર મંદતમ કષાયો વડે (એટલે કે ઉપચારથી વિશુદ્ધિ વડે) જઘન્યસ્થિતિબંધ સમજાવ્યો છે. પરંતુ હવે પછી ગાથા ૬૬ થી ૭૩માં જે રસબંધના સ્વામી કહેવાશે ત્યાં ઉત્કૃષ્ટરસબંધમાં પુણ્યપ્રકૃતિઓના સ્વામી મંદકષાયવાળા (વિશુદ્ધિવાળા) અને પાપપ્રકૃતિઓના તીવ્રકષાયવાળા કહેવાશે. તેવી જ રીતે જઘન્યરસબંધમાં પુણ્યપ્રકૃતિઓના તીવ્રકષાયવાળા અને પાપપ્રકૃતિઓના મંદકષાયવાળા (વિશુદ્ધિવાળા) જીવો સ્વામી કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org