________________
ગાથા : પર
પાંચમો કર્મગ્રંથ
૨૦૯
જીવ વડે પણ ભિન્ન ભિન્ન કાળે, ભિન્ન ભિન્ન અધ્યવસાયો વડે એકેક સ્થિતિસ્થાન બાંધી શકાય છે. એક સરખી સમાન સ્થિતિવાળું ૩) કોડાકોડી સાગરોપમની પરિપૂર્ણસ્થિતિવાળું ૧ સ્થિતિસ્થાન બાંધનારા જીવોમાં ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનો હોય છે. એ જ પ્રમાણે સમય ન્યૂન ૩૦ કોડાકોડી પ્રમાણવાળા બીજા સ્થિતિસ્થાનને બાંધનારા જીવોમાં પણ અનેક અધ્યવસાય સ્થાનો હોય છે. એમ યાવત્ અંતર્મુહૂર્તની સ્થિતિવાળા ચરમ સ્થિતિસ્થાન સુધી જાણવું.
પ્રશ્ન - એક એક સ્થિતિસ્થાન બાંધનારા જીવોમાં જો ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાન હોઈ શકે છે. તો એકેક સ્થિતિસ્થાનમાં તે અધ્યવસાય સ્થાનો કેટલાં હોય ? તેની સંખ્યાનું શું કોઈ માપ ખરું?
ઉત્તર - એક એક સ્થિતિસ્થાનમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. ચૌદ રાજલોક પ્રમાણ જે એક લોકાકાશ છે. એવા અસંખ્યાત લોકાકાશ કલ્પનાથી ઉભા કરીએ અને તે સર્વેના જેટલા આકાશપ્રદેશો થાય તેટલા અધ્યવસાયો એક એક સ્થિતિસ્થાનમાં હોય છે.
પ્રશ્ન - અંતર્મુહૂર્તના કાળ પ્રમાણવાળા પ્રથમ સ્થિતિસ્થાનમાં જે અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે તે જ સર્વે અધ્યવસાયસ્થાનો સમયાધિકવાળા બીજા સ્થાનમાં હોય કે તે અધ્યવસાય સ્થાનોથી (અન્ય) બીજાં હોય કે કેટલાંક તે જ અને કેટલાંક (અન્ય) બીજાં હોય?
ઉત્તર :- પ્રથમ સ્થિતિસ્થાનના અધ્યવસાય કરતાં બીજા સ્થિતિસ્થાનના અધ્યવસાયો સર્વથા અન્ય જ હોય છે. પૂર્વના સ્થાનનો એક પણ અધ્યવસાય ત્યાં હોતો નથી. એમ પ્રત્યેક સ્થાનોમાં નવા નવા જ અધ્યવસાય સ્થાન હોય અને અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય. કારણ કે અંતર્મુહૂર્ત વાળુ પ્રથમ સ્થિતિસ્થાન બાંધવામાં જે સંક્લેશ હોય છે તેના કરતાં સમયાધિકવાળા બીજા સ્થિતિસ્થાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org