________________
૨૦૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫૦
(लघु ीन्द्रियपर्याप्तापर्याप्तयोरपर्याप्तेतरद्वीन्द्रियेषु गुरुरधिक एवम् । त्रिचतुरिन्द्रियासंज्ञिषु नवरं, संख्यातगुणो द्वीन्द्रियासंज्ञिपर्याप्तयोः ।। ५० ।। - ૬ = જઘન્યસ્થિતિબંધ, વિપકપણે = બેઈન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તનો, સપનેયવિય = અપર્યાપ્ત અને પર્યાપ્ત બેઈન્દ્રિયનો, ગુરૂ દિન = ઉત્કૃષ્ટબંધ વિશેષાધિક છે, પર્વ = આ પ્રમાણે, તિરફ નિસ્ = તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી જીવોને વિષે જાણવું નવરં = પરંતુ, સંgrો = સંખ્યાતગુણો, વિય માપને = બેઈન્દ્રિય અને અસંજ્ઞી પર્યાપ્તામાં કહેવો. | ૫૦ /
ગાથાર્થ = બેઈન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તાનો જઘન્ય, તથા બેઇન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, એ જ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિબંધ (ચાર ચાર ભાંગાપૂર્વક) વિશેષાધિક કહેવો. પરંતુ બેઈન્દ્રિય અને અસંજ્ઞીપર્યાપ્તનો જઘન્યબંધ સંખ્યાતગુણો જાણવો | ૫૦ ||
વિવેચન - આ ગાથામાં બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય આ ચાર પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવોનો જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિબંધ જણાવ્યો છે. પૂર્વની ૪૯મી ગાથામાં જ સમજાવ્યું છે કે અપર્યાપ્તા જીવો કરતાં પર્યાપ્ત જીવોમાં વિશુદ્ધિ અને સંક્લિષ્ટતા બન્ને વધારે હોય છે. તેથી વધારે ન્યૂન સ્થિતિ પણ વિશુદ્ધિની અધિકતાના કારણે પર્યાપ્તા જ બાંધે છે. અને વધારે અધિક સ્થિતિ પણ સંક્લેશની અધિકતાના કારણે પર્યાપ્તા જ બાંધે છે. તેથી ચારે પ્રકારના ઉપરોક્ત જીવોમાં પહેલો ભેદ પર્યાપ્તાનો જઘન્ય, બીજો ભેદ અપર્યાપ્તાનો જઘન્ય, ત્રીજો ભેદ અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ અને ચોથો ભેદ પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સમજવો. જેથી ૪ x ૪ = ૧૬ ભેદ આ ગાથામાં થશે.
બેઈન્દ્રિય પર્યાપ્તાનો જઘન્યસ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરતાં ૨૫ ગુણામાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org