________________
ગાથા : ૪૯
પાંચમો કર્મગ્રંથ
૧૯૭
વિવેચન - એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞીપંચેન્દ્રિય જીવો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી કેટલી સ્થિતિ બાંધે ? તે આગળની ગાથાઓમાં સમજાવ્યું છે. તેથી તે સર્વે જીવોમાં કોની સ્થિતિબંધ અલ્પ છે ? અને કોની સ્થિતિબંધ અધિક છે ? તે સ્પષ્ટ કરવા માટે અલ્પબદુત્વ દ્વારા જણાવે છે.
(૧) યતિ શબ્દથી મુનિ લેવાય છે. અને તે પણ ક્ષપકશ્રેણીમાં વર્તતા નવમા-દસમા ગુણસ્થાનક વર્તી મુનિઓ અહીં લેવા. કારણ કે સૌથી ઓછો સ્થિતિબંધ તેઓ જ કરે છે. મોહનીયનો અંતર્મુહૂર્ત, જ્ઞાનાવરણીયાદિનો અંતર્મુહૂર્ત, નામ-ગોત્રનો આઠ મુહૂર્ત અને વેદનીયનો બાર મુહૂર્ત. આટલો જઘન્યસ્થિતિબંધ બીજા કોઈ જીવોમાં સંભવતો નથી. તેથી આ બંધ સૌથી અલ્પ છે. માટે (૯મા ૧૦મા વાળા) યતિનો જઘન્યસ્થિતિબંધ સૌથી અલ્પ.
(૨) તેના કરતાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવોની સ્થિતિબંધ સાતીયા ત્રણ ભાગમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન વગેરે જે પૂર્વે કહ્યો છે તે બંધ ઉપરોક્ત મુનિઓના બંધ કરતાં અસંખ્યાતગુણો છે. કારણ કે યતિનો બંધ અંતર્મુહૂર્ત, આઠ મુહૂર્ત અને બાર મુહૂર્ત રૂપ છે. જ્યારે એકેન્દ્રિયનો બંધ સાતીયા ત્રણ ભાગ પણ સાગરોપમ સ્વરૂપ છે. જેથી અસંખ્યાતગુણો સારી રીતે થાય છે.
(૩) તેના કરતાં સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય જીવોનો જઘન્યસ્થિતિબંધ વિશેષાધિક હોય છે. કારણ કે જઘન્યસ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે. સૂક્ષ્મ જીવો કરતાં બાદર જીવોની ચેતના કંઈક વધારે અનાવૃત (ખુલ્લી) છે. જેની ચેતના વધારે ખુલ્લી હોય તેમાં વિશુદ્ધિ પણ વધારે સંભવે અને સંક્લિષ્ટતા પણ વધારે સંભવે. જેમ એકેન્દ્રિય કરતાં પંચેન્દ્રિયમાં ચેતના ઘણી અનાવૃત છે. તેથી પંચેન્દ્રિયમાં વિશુદ્ધિ પણ વધારે છે, જેથી મોક્ષ જઈ શકે છે અને સંક્લિષ્ટતા પણ વધારે સંભવે છે, જેથી સાતમી નરકમાં પણ જઈ શકે છે. જ્યારે એકેન્દ્રિય જીવો મુક્તિમાં, સ્વર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org