________________
૧૯૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૯
ગાથામાં નથી કહી એમ નહીં. પરંતુ ગર્ભિતપણે વર્ણવેલી છે. તે આ પ્રમાણે- ઉત્તરાર્ધમાં કહેલો નો શબ્દ “વંધો ને ટુ'' ની સાથે પણ જોડવાનો છે. અને “ય ઉમછે' ની સાથે પણ જોડવાનો છે. તેથી સાસ્વાદનથી અપૂર્વકરણમાં જેમ અંતઃકોડાકોડી સાગરોપમથી હીન બંધ થતો નથી, તેમ મિથ્યાત્વે પણ હીન બંધ થતો નથી અર્થાત્ અધિકબંધ થાય છે. સારાંશ કે સાસ્વાદનથી સંપૂર્વકરણ સુધીમાં હીન પણ બંધ થતો નથી. અને અધિક પણ બંધ થતો નથી, પરંતુ મિથ્યાત્વે તો એકલો માત્ર હીન બંધ જ થતો નથી, એટલે કે અધિકબંધ ૩૦/૨૦/૭૦ આદિ થાય છે. આમ ગર્ભિત અર્થ સ્પષ્ટ કરવાથી અધિકબંધનું વિધાન સમજાશે. + ૪૮ || એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંશી અને સંજ્ઞી જીવોમાં કોનો સ્થિતિબંધ કોનાથી વધારે હોય ? અને કોનો ઓછો હોય તે જણાવવા અલ્પબહુત કહે છે. जइ लहुबंधो बायर पज्ज असंखगुण सुहुमपज्जहिगो । एसिं अपज्जाण लहू, सुहूमेअर अपज्जपजगुरू ।। ४९ ।। (यतिलघुबन्धो बादरपर्याप्तस्यासंख्यगुणस्सूक्ष्मपर्याप्तस्याधिकः । अनयोरपर्याप्तयोर्जघन्यस्सूक्ष्मेतरयोरपर्याप्तपर्याप्तयोर्गुरुः ।। ४९ ।।
શબ્દાર્થ - કફદુવંધો = સાધુનો જઘન્યસ્થિતિબંધ, (સર્વથી થોડો) વાયરમસંવUT = તેનાથી બાદર પર્યાપ્તાનો જઘન્યસ્થિતિબંધ અસંખ્યાતગુણો, કુદુમપગદિશ = સૂક્ષ્મપર્યાપ્તાનો અધિક, ઉં અપના = આ બન્ને અપર્યાપ્તાનો જઘન્યસ્થિતિબંધ, સુદૂર = સૂક્ષ્મ અને બાદર, મઝપઝપુર = અપર્યાપ્તા અને પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અધિક જાણવો. || ૪૯ |
ગાથાર્થ - પતિનો જઘન્ય સ્થિતિબંધ, તેનાથી બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણો, તેનાથી સૂક્ષ્મ પર્યાપાનો અધિક, તેનાથી આ જ બે અપર્યાપ્તાનો જઘન્યસ્થિતિબંધ, તથા સૂક્ષ્મ અને બાદર અપર્યાપ્તા અને પર્યાપ્તાનો ઉત્કૃષ્ટબંધ અધિક જાણવો. ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org