________________
૧૯૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૮
પ્રશ્ન-સાસ્વાદનથી અપૂર્વકરણમાં ઉત્કૃષ્ટથી જે અંત:કોડાકોડી બંધ કહ્યો અને જઘન્યથી પણ જે અંતઃકોડાકોડી બંધ કહ્યો. તે બન્નેની વચ્ચે અંતર કેટલું ? ' ઉત્તર : જઘન્ય અંત:કોડાકોડી સાગરોપમ કરતાં ઉત્કૃષ્ટ અંત:કોડાકોડી સાગરોપમનું માપ સંખ્યાતગણું જાણવું. એ જ રીતે ઉત્કૃષ્ટ કરતાં જઘન્યનું માપ સંખ્યાતમા ભાગનું જાણવું.
પ્રશ્ન = જો સાસ્વાદનથી અપૂર્વકરણમાં અંત:કોડાકોડી સાગરોપમથી હીન બંધ થતો નથી તો એ કેન્દ્રિયાદિ જીવોમાં પૂર્વભવસંબંધી સાસ્વાદન ગુણસ્થાનક લઈને જીવ જન્મે છે અને તે કાળે સાતીયા ત્રણ ભાગ આદિ સ્થિતિ બાંધે છે. જે પરિપૂર્ણ ૧ સાગરોપમ પણ નથી. આ બન્ને વિધાનો કેમ ઘટશે ?
ઉત્તર = “વત્ન વિન્સોડસૌ ન સાર્વદ્રિ તિ તથ્ય વિવક્ષ તેતિ સમાવયામિ ''| સ્વોપજ્ઞ ટીકામાં પૂ. ગ્રંથકાર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા.જણાવે છે કે સાસ્વાદન લઈને એકેન્દ્રિયમાં જવાનો પ્રસંગ ક્યારેક બને છે. સર્વદા બનતો નથી. તેથી તેની અહીં વિવક્ષા કરાઈ નથી. એમ હું માનું છું. એટલે આવું અતિશય અલ્પ બનતું હોવાથી
ક્વચિત્ જ બને છે. તેથી શાસ્ત્રકારોએ તેની વિરક્ષા કરી નથી. અથવા બીજો ઉત્તર એવો પણ આપી શકાય કે એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને અસંજ્ઞીનો બંધ પૂર્વે કહેવાઈ ગયો છે, તેથી આ બંધવિધાન સંજ્ઞી પંચેન્દ્રિય જીવને આશ્રયીને જ છે. અને તેથી જ આ ગાથાના અંતે કહેલો સંજ્ઞી શબ્દ પૂર્વાર્ધમાં પણ જોડવો. જો આ બીજો આપેલો ઉત્તર લઈએ તો સાસ્વાદનથી અપૂર્વકરણમાં જઘન્યથી પણ અંતઃકોડાકોડીના બંધનું વિધાન માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયને જ આશ્રયી છે. એકેન્દ્રિયાદિ જીવોને આશ્રયી નથી. તેથી તે એકેન્દ્રિય જીવો સાસ્વાદને (સાતીયા ત્રણ ભાગાદિ રૂ૫) હીન બંધ કરે છે. તે વિધાન નિર્દોષ છે. (જો કે આવો ઉત્તર સ્વીપજ્ઞટીકા આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org