________________
ગાથા : ૪૭
પાંચમો કર્મગ્રંથ
૧૯૧
ગુણસ્થાનકે વારાફરતી વિશુદ્ધિ અને સંક્લિષ્ટતા પ્રમાણે થાય છે. તેથી આ બન્ને બંધના સાદિ અને અધુવ એમ બે જ ભાંગા થાય છે. ધ્રુવબંધી હોવા છતાં એકેન્દ્રિયના ભવમાં જ જઘન્યબંધની પ્રાપ્તિ હોવાથી અનાદિ-ધ્રુવ ભાગા સંભવતા નથી.
આ ૨૯ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સર્વસંક્લિષ્ટ સંજ્ઞી પંચેન્દ્રિય મિથ્યાદષ્ટિ કરે છે. જ્યારે કરે ત્યારે ઉત્કૃષ્ટની સાદિ, અંતર્મુહૂર્ત બાદ તે ઉત્કૃષ્ટથી વિરામ પામી જ્યારે અનુત્કૃષ્ટ બંધ કરે ત્યારે ઉત્કૃષ્ટબંધ અધ્રુવ અને અનુત્કૃષ્ટ બંધની સાદિ. ત્યારબાદ વળી કાલાન્તરે જ્યારે સર્વ સંક્લિષ્ટ સંજ્ઞી પંચેન્દ્રિય થાય અને ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે ત્યારે અનુત્કૃષ્ટ અધ્રુવ અને ઉત્કૃષ્ટની સાદિ એમ ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞી પંચેન્દ્રિયના ભવમાં મિથ્યાત્વગુણસ્થાનકે વારાફરતી સંક્લિષ્ટતા અને વિશુદ્ધિ પ્રમાણે થતા હોવાથી બન્ને બંધના સાદિ અને અધુવ એમ બે જ ભાંગા થાય છે. ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટના અનાદિ – ધ્રુવભાગા સંભવતા નથી.
અધુવબંધી ૭૩ પ્રકૃતિઓ અધુવબંધી હોવાથી જ તેના જઘન્યાદિ ચારે બંધો સાદિ- અધ્રુવ જ છે. આ પ્રમાણે ૨૯ ધ્રુવબંધી અને ૭૩ અધુવબંધી એમ ૧૦૨ પ્રકૃતિના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એમ ચાર પ્રકારના બંધના સાદિ-અદ્ભવ એમ બે જ ભાંગા થાય છે. ૧૦૨૪૮૩૮૧૬ ભાંગા થાય છે. તેમાં ૧૮ ધ્રુવબંધીના ૧૮૦ ઉમેરતાં ૮૧૬+૧૮૦=૯૯૬ ભાંગા ઉત્તર પ્રવૃતિઓના થાય છે. તથા મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભાંગા સાથે કરીએ તો ૯૯૬+૭૮=૧૦૭૪ સ્થિતિબંધના જઘન્યાદિ સ્થિતિ સંબંધી સાદ્યાદિ કુલ ભાંગા થાય છે. મેં ૪૭ |
અવતરણ = એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને અસંજ્ઞી જીવો જઘન્યઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ? તે પૂર્વે ગાથા ૩૭-૩૮માં કહ્યું છે. તેથી પ્રશ્ન થાય છે કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ (નવમે-દસમે જઘન્યસ્થિતિબંધ આવ્યો હોવાથી શેષ) ૧ થી ૮ ગુણસ્થાનકોમાં કેટલો કેટલો સ્થિતિબંધ કરે? તે હવે કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org