________________
૧૬૨ પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૨ વિવેચન= હવે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી સમજાવે છે. ગાથા પર માં કહ્યું છે કે દેવ-મનુષ્ય અને તિર્યંચ આ ત્રણ આયુષ્ય વિના બાકી ૩૯ પુણ્ય પ્રકૃતિઓ અને ૮૨ પાપપ્રકૃતિઓ એમ સર્વે મળીને વર્ણચતુષ્ક એક વાર ગણતાં ૧૧૭ ઉત્તર પ્રવૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ અશુભ છે. અને તે અતિશય સંક્લિષ્ટતાએ બંધાય છે. ૮૨ પાપ પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ સંક્લિષ્ટતા જન્ય હોવાથી અને દુઃખદાયી હોવાથી અશુભ છે જ, પરંતુ ૩૯ પુણ્યપ્રકૃતિઓની પણ ઉત્કૃષ્ટસ્થિતિ દીર્ધકાળના બંધન સ્વરૂપ હોવાથી નિશ્ચયનયથી સોનાની બેડી સમાન અશુભસ્વરૂપ જ છે. આ કારણથી જેમ જેમ કષાયો વધે (સંક્લિષ્ટતા વધે) તેમ તેમ સ્થિતિબંધ વધારે વધારે થાય છે. અને જેમ જેમ કષાયો (સંક્લિષ્ટતા) ઘટે તેમ તેમ સ્થિતિબંધ હીન-હીન થાય છે. આ ન્યાયથી ૧૧૭ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લિષ્ટતાથી બંધાય છે. અને જઘન્ય સ્થિતિ અત્યન્ત વિશુદ્ધિથી બંધાય છે. ફક્ત ત્રણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તદ્યોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિથી અને જઘન્યસ્થિતિ તદ્યોગ્ય ઉત્કૃષ્ટ સંકલેશથી બંધાય છે.
તીર્થંકર નામકર્મના ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામી
તીર્થંકરનામકર્મ સમ્યકત્વ ગુણ હોતે છતે જ બંધાય છે. તેથી ચોથા ગુણસ્થાનકથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી જ તેનો બંધ થાય છે.
તીર્થંકરનામકર્મના બંધવાળાં ૪ થી ૮૬માં વધારે સંક્લેશવાળું ચોથું ગુણસ્થાનક છે કારણ કે પાંચમા ગુણસ્થાનક આદિમાં સમ્યકત્વ તો છે જ, પરંતુ વિરતિવાળું હોવાથી અને ચોથું ગુણસ્થાનક અવિરતિવાળું હોવાથી વધારે સંકલેશ ચોથે સંભવે છે. તેથી મૂળગાથામાં અવિરતસમ્યગ્દષ્ટિ જીવો તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી કહ્યા છે. મૂળ ગાથામાં જો કે વિરયો તિર્થે આટલું જ કહ્યું છે તો પણ “વ્યારથી તો વિશેષપ્રતિપત્તિ:'' વ્યાખ્યાન (વિવેચન) કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org