________________
પાંચમો કર્મગ્રંથ
આ પ્રમાણે ૪+૧૮+૬+૪૭+૨૦+૨૫ = ૧૨૦ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી કહ્યા.
હવે જઘન્યસ્થિતિબંધના સ્વામી કહે છે.
૧૭૪
દેવ, મનુષ્ય અને તિર્યંચ આ ત્રણ આયુષ્યની, ઉત્કૃષ્ટસ્થિતિ શુભ હોવાથી વિશુદ્ધિથી બંધાય છે. તેથી તે ત્રણની જઘન્યસ્થિતિ અશુભ કહેવાય છે અને તે સંક્લિષ્ટતાથી બંધાય છે. દેવ જેવો ઉત્તમભવ મળે, પરંતુ દશ હજાર વર્ષનો જ મળે તો શું કામનું? મનુષ્ય જેવો ઉત્તમભવ મળે, પરંતુ અન્તર્મુહૂર્તના આયુષ્યવાળો જ મળે તો શું કામનું? તેથી આ ત્રણ આયુષ્યની જઘન્યસ્થિતિ અશુભ છે. અને સંક્લિષ્ટતાથી બંધાય છે. અને બાકીની ૧૧૭ પ્રકૃતિઓની જધન્યસ્થિતિ શુભ છે અને તે વિશુદ્ધિથી બંધાય છે. આ ન્યાયને ધ્યાનમાં રાખીને સ્વામી સમજવા.
ગાથા : ૪૪
આહારકક્રિકનો બંધ અપ્રમત્તે અને અપૂર્વકરણે છે. અને જિનનામનો બંધ અવિરતિથી અપૂર્વકરણ સુધી છે. અને આ બન્નેનો બંધ આઠમાના છઠ્ઠા ભાગ સુધી છે. તેમાં સર્વથી વિશુદ્ધ અપૂર્વકરણ છે. તેમાં પણ ઉપશમ કરતાં ક્ષપક વિશુદ્ધ છે. અને પહેલા પાંચ ભાગ કરતાં છઠ્ઠા ભાગમાં વર્તતા જીવો અને તેમાં પણ છઠ્ઠા ભાગના ચરમ સમયે વર્તતા જીવો વધારે વિશુદ્ધ છે. આ અપૂર્વકરણ ગુણસ્થાનક હોવાથી પ્રત્યેક સમયોમાં ષગુણહાનિ-વૃદ્ધિ વાળી વિશુદ્ધિ હોય છે. તેથી છઠ્ઠા ભાગના ચરમ સમયમાં પણ ત્રિકાળવર્તી સર્વે જીવોને આશ્રયી અસંખ્યાત અધ્યવસાય સ્થાનો અને ષદ્ગુણહાનિ-વૃદ્ધિયુક્ત વિશુદ્ધિ સંભવે છે. તેથી અનંતગુણ વિશુદ્ધિવાળા જે સર્વોપરિ જીવો છે. તે સ્વામી જાણવા. આ રીતે ક્ષપકશ્રેણીમાં અપૂર્વકરણના છઠ્ઠા ભાગના ચરમ સમયે સર્વોપરિ અનંતગુણવિશુદ્ધિવાળા જીવો આહારકદ્વિક અને જિનનામના જઘન્ય સ્થિતિબંધના સ્વામી જાણવા.
એ જ નીતિરીતિ પ્રમાણે અનિવૃત્તિબાદ૨ે પોતપોતાના બંધવિચ્છેદના ચરમ સમયે વર્તતા ક્ષપક શ્રેણીવાળા જીવો પુરુષવેદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org