________________
પાંચમો કર્મગ્રંથ
જીવો જાણવા. જિનનામ, આહારકદ્ધિક, દેવાયુષ્ય આ ૪ના સ્વામી ૪૨મી ગાથામાં, વિક્લેન્દ્રિયત્રિકાદિ ૧૮ના સ્વામી ૪૩મી ગાથામાં અને તિર્યંચદ્વિકાદિ ૬ના સ્વામી ૪૪ મી ગાથામાં એમ કુલ ૨૮ ના સ્વામી આવ્યા. એટલે શેષ ૯૨ના સ્વામી ચારે ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યામા મિથ્યાદૃષ્ટિ જીવો જાણવા. તેમાં ધ્રુવબંધી ૪૭ના અતિસંક્લિષ્ટ એવા મિથ્યાર્દષ્ટિ જીવો ઉત્કૃષ્ટસ્થિતિના બંધક સમજવા. કારણ કે ગમે તેટલી સંક્લિષ્ટતા વધે તો પણ આ ૪૭ ધ્રુવબંધી હોવાથી નિયમા બંધાવાની જ છે. બાકીની અધ્રુવબંધી ૪૫ છે તેમાં અસાતા, અતિ, શોક, નપુંસકવેદ, પંચેન્દ્રિયજાતિ, હુંડક સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, અશુભવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, દુર્ભાગ, અનાદેય, અયશ અને નીચગોત્ર એમ ૨૦ પ્રકૃતિમાં અતિસંક્લિષ્ટ ચારે ગતિના મિથ્યાર્દષ્ટિ જીવો સ્વામી કહેવા. કારણ કે મિથ્યાદૃષ્ટિ તિર્યંચ-મનુષ્યો ગમે તેટલા વધુ સંક્લિષ્ટ થાય તો પણ છેવટે સાતમી નરકપ્રાયોગ્ય બંધ કરે છે. ત્યારે આ ૨૦ પ્રકૃતિઓ અવબંધી હોવા છતાં પણ નિયમા બંધાવાની જ છે. તેના ભવને યોગ્ય છે માટે. દેવ નારકી પણ અતિસંક્લિષ્ટ હોય ત્યારે તિર્યંચપ્રાયોગ્ય બંધ કરે ત્યારે ઉપરોક્ત પ્રકૃતિઓ બાંધે છે. તે સિવાયની (સાતા, હાસ્ય, રતિ, સ્ત્રીવેદ, કુંવેદ, મનુષ્યદ્ઘિક, અન્તિમ વિના પાંચ સંધયણ અને પાંચ સંસ્થાન, શુભવિહાયોગતિ, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ અને ઉચ્ચગોત્ર એમ) ૨૫ પ્રકૃતિઓના તત્કાયોગ્યસંક્લિષ્ટ એવા ચારે ગતિના જીવો ઉત્કૃષ્ટસ્થિતિબંધના સર્જક જાણવા. કારણ કે જો અતિસંક્લિષ્ટ લઈએ તો તિર્યંચ-મનુષ્યો સાતમી નકપ્રાયોગ્ય બંધ કરે અને દેવનારકી તિર્યંચપ્રાયોગ્ય બંધ કરે. ત્યાં અશુભ એવી અસાતા આદિ બંધાય છે. પરંતુ સાતા આદિ આ ૨૫ શુભ પ્રકૃતિઓ બંધાતી નથી. તેથી તત્કાયોગ્યસંક્લિષ્ટ કહ્યા છે. આ રીતે ૪૭ ધ્રુવબંધીમાં અને ૨૦ અવબંધીમાં અતિસંક્લિષ્ટ અને ૨૫ અવબંધીમાં તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ એવા મિથ્યાદષ્ટિ ચારે ગતિના જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી જાણવા.
૧૩
ગાથા : ૪૪
Jain Education International
For Private & Personal Use Only
૧૭૩
www.jainelibrary.org