________________
૧૮૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૬
ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની તમામ સ્થિતિ તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પણ (જઘન્ય નથી માટે) અજઘન્ય કહેવાય છે. જેમ અમદાવાદ શહેરની અપેક્ષાએ નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દહાણું અને પાલઘર તો દક્ષિણમાં છે જ, પરંતુ મુંબઈ પણ દક્ષિણમાં જ કહેવાય છે. અને મુંબઈ શહેરની અપેક્ષાએ સર્વે નગરો તો ઉત્તરમાં કહેવાય છે. પરંતુ અમદાવાદ પણ ઉત્તરમાં કહેવાય, એમ ઉત્તર-દક્ષિણમાં સર્વે નગરોનો જેમ સમાવેશ થાય છે. તેમ અહીં જઘન્ય અને અજઘન્યમાં સર્વે સ્થિતિસ્થાનોનો (ઉત્કૃષ્ટસ્થિતિનો પણ અજઘન્યમાં) સમાવેશ થાય છે.
એવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે તે ઉત્કૃષ્ટ ૧, તેની સીમા (મર્યાદા) = લક્ષ્ય રાખીને જોઇએ તો સમયજૂન, બસમયજૂન, ત્રણ સમયપૂન, ઇત્યાદિ કરતાં સર્વે સ્થિતિસ્થાનો અને અન્તિમ કોટિનું અંતર્મુહૂર્તવાળું જઘન્યસ્થિતિસ્થાન પણ (ઉત્કૃષ્ટ નથી માટે) અનુત્કૃષ્ટ કહેવાય છે ૨. જેમ મુંબઈ શહેર દક્ષિણમાં છે તેની અપેક્ષાએ પાલઘર, દહાણું, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ તો ઉત્તરમાં છે જ. પરંતુ અમદાવાદ પણ ઉત્તરમાં છે. એમ દક્ષિણ-ઉત્તરમાં સર્વે નગરોનો જેમ સમાવેશ થાય છે તેમ અહીં ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટમાં પણ સર્વે સ્થિતિસ્થાનોનો (જઘન્યસ્થિતિનો પણ અનુત્કૃષ્ટમાં) સમાવેશ થાય છે.
જઘન્યસ્થિતિની સીમા કરીને જોઈએ તો અંતર્મુહૂર્તની સ્થિતિ તે જઘન્ય અને શેષ સઘળી સ્થિતિ (ઉત્કૃષ્ટસહિત) અજઘન્ય કહેવાય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિની સીમા કરીને જોઈએ તો ૩૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ તે ઉત્કૃષ્ટ અને શેષ સઘળી સ્થિતિ (જઘન્યસહિત) અનુત્કૃષ્ટ કહેવાય છે. આ પ્રમાણે ૨+૨=સ્થિતિના કુલ ચાર ભેદો અહીં સમજાવવામાં આવશે. આઠે મૂલ કર્મોમાં અને ૧૨૦ ઉત્તરકર્મોમાં ઉપર પ્રમાણે સ્થિતિના ૪ પ્રકારો જાણવા. આવા ચાર પ્રકારો કરવાનું કારણ એ છે કે કાળને આશ્રયી હવે કહેવાતા સાદિ, અનાદિ વગેરે ભેદો સારી રીતે સમજી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org