________________
પાંચમો કર્મગ્રંથ
ભવ્યોને આશ્રયી અજઘન્યસ્થિતિબંધ. ભવ્ય જીવોને આ અજઘન્ય સ્થિતિબંધ અનાદિથી છે પરંતુ શ્રેણી માંડશે ત્યારે તેનો તે ભવ્ય જીવોને અંત આવશે. તેથી અવ. આ ભાંગો ભવ્યને આશ્રયી ઘટે છે.
૧૮૪
૭ મૂલકર્મોનો અજઘન્ય સ્થિતિબંધ ૪ પ્રકારે
(૧) જ્ઞાનાવરણીય આદિ છ કર્મોનો જઘન્ય સ્થિતિબંધ સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકના ચરમ સમયે ક્ષપકશ્રેણીમાં અંતર્મુહૂર્ત, આઠ મુહૂર્ત અને બાર મુહૂર્તનો થાય છે. અને મોહનીય કર્મનો આવા જીવને નવમાના ચરમ સમયે અંતર્મુહૂર્તનો બંધ થાય છે. આ જઘન્યસ્થિતિબંધ
છે. તેનાથી જે કોઈ અધિક બંધ હોય તે સર્વે અજઘન્ય બંધ કહેવાય છે. ક્ષપકશ્રેણી કરતાં ઉપશમશ્રેણીમાં ચઢતાં ન્યૂન વિશુદ્ધિ હોવાથી ડબલ (દ્વિગુણ) સ્થિતિબંધ કરે છે. અને ઉપશમશ્રેણીથી પડતાં તેના કરતાં પણ મંદ વિશુદ્ધિ હોવાથી ક્ષપક કરતાં ચાર ગુણો, અને ઉપશમક કરતાં દ્વિગુણ સ્થિતિબંધ કરે છે. તેથી અગિયારમે ગુણસ્થાનકે ગયેલો જીવ આ સાત મૂલકર્મોનો સર્વથા અબંધક થઈ જ્યારે પડે ત્યારે દસમે ગુણઠાણે આવીને ક્ષપક કરતાં ચારગુણો (જ્ઞાનાવરણાદિનો ચાર અંતર્મુહૂર્ત, નામગોત્રનો ૩૨ મુહૂર્ત, અને વેદનીયનો ૪૮ મુહૂર્તનો સ્થિતિબંધ નવો જ શરૂ કરે છે અને નવમે આવે ત્યારે (સં. લોભને આશ્રયી) મોહનીયનો મોટા અન્તર્મુહૂર્ત પ્રમાણ નવો સ્થિતિબંધ કરે છે. આ સર્વે સ્થિતિબંધો ક્ષપકના જઘન્ય સ્થિતિબંધ કરતાં ચાર ગુણા હોવાથી અજઘન્ય કહેવાય છે અને અગિયારમે સર્વથા અબંધક થઈને પડીને પુનઃ આ બંધ ચાલુ કરે છે માટે અજઘન્યબંધની સાદિ કહેવાય છે. આ પ્રમાણે અગિયારમાથી પડતાને આશ્રયી દસમે ૬ કર્મોના અને નવમે મોહનીયકર્મના અજઘન્યસ્થિતિબંધની સાદિ થાય છે.
ગાથા : ૪૬
(૨) જે જીવો હજા સુધી ક્યારેય પણ (ભૂતકાળમાં) ઉપશમશ્રેણી અથવા ક્ષપકશ્રેણી પામ્યા જ નથી, તેના કારણે આ સાત કર્મોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org