________________
ગાથા : ૪૫
પાંચમો કર્મગ્રંથ
૧૭૭
જતા નથી. તેથી આ છ પ્રકૃતિઓનો બંધ તેઓ કરતા નથી. તે કારણથી તેઓ સ્વામી બનતા નથી.
પ્રશ્ન - અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ જ કેમ કહો છો? મનુષ્યો કેમ લેતા નથી? મનુષ્યો પણ અસંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. તથા દેવ-નારકીને કેમ સ્વામી કહેતા નથી ?
ઉત્તર - મનુષ્યો અસંજ્ઞી (સંમૂર્ણિમ) હોય છે ખરા, પરંતુ તે અપર્યાપ્ત જ હોય છે. તેથી દેવ-નારકપ્રાયોગ્ય બંધ કરતા નથી. દશ દંડકમાં જ જાય છે. તેથી અહીં સ્વામી તરીકે કહ્યા નથી. તથા દેવનરકના જીવો દેવ-નરક પ્રાયોગ્ય બંધ કરતા નથી. અને આ છ પ્રકૃતિઓ દેવ-નારક પ્રાયોગ્ય જ છે. અને દેવ-નારક અસંજ્ઞી હોતા નથી. ઈત્યાદિ કારણોથી શેષગતિને છોડીને અસંજ્ઞી પં. તિર્યંચ જ સ્વામી કહ્યા છે. તે પં. તિર્યંચ પણ જો સંજ્ઞી હોય તો અંતઃકોડાકોડીનો બંધ કરે છે. અને અપર્યાપ્યો હોય તો આ છ પ્રકૃતિઓ બાંધે જ નહીં તેથી અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ જીવો સ્વામી જાણવા.
ચારે આયુષ્યકર્મનો જઘન્યસ્થિતિબંધ સંજ્ઞી પણ કરે છે તેનો અર્થ એ થયો કે સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એમ બન્ને જાતના જીવો આયુષ્યનો જઘન્યસ્થિતિબંધ કરે છે. અહીં દેવ અને નરકના આયુષ્યનો (૧૦ હજાર વર્ષ પ્રમાણ) જઘન્યસ્થિતિબંધ સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યા.તિર્યંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જ કરે છે. શેષ એકેન્દ્રિયાદિ જીવો દેવ-નરકનું આયુષ્ય બાંધતા નથી. અને મનુષ્ય-તિર્યંચના આયુષ્યનો (ક્ષુલ્લકભવ પ્રમાણ) જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો કરે છે. એમ જાણવું પરંતુ દેવ-નારકી અને યુગલિક તિર્યંચ-મનુષ્યો સ્વામી ન સમજવા. કારણ કે તેઓ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાંધે છે. પરંતુ ક્ષુલ્લકભવ જેવું જઘન્ય આયુષ્ય બાંધતા નથી અને યુગલિકો તો દેવ-નારકમાં જ જન્મે છે. માટે તિર્યંચ મનુષ્યનું આયુષ્ય બાંધતા જ નથી. આ પ્રમાણે ગાથા ૪૪માં ૮ પ્રકૃતિના, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org