________________
૧૭૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૪
ગુણસ્થાનકવાળા, નિયટ્ટિ = અનિવૃત્તિ બાદરવાળા, સંગનપુરિસ = સંજ્વલન ચાર અને પુરુષવેદની, નઠું = જઘન્યસ્થિતિ બાંધે છે. / ૪૪ /
ગાથાર્થ = તિર્યંચદ્ધિક, ઔદારિકદ્ધિક, ઉદ્યોતનામકર્મ અને સેવાર્ત સંઘયણની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવ-નારકી બાંધે છે. બાકીની સર્વે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ ચારે ગતિના જીવો બાંધે છે. આહારકદ્ધિક અને જિનનામકર્મની જઘન્યસ્થિતિ અપૂર્વકરણવાળા, અને સંજ્વલન ચતુષ્ક તથા પુરુષવેદની જઘન્યસ્થિતિ અનિવૃત્તિવાળા બાંધે છે. || ૪૪ ||
વિવેચન – તિર્યદિ = તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી, દ્વારિધિ = ઔદારિકશરીર અને ઔદારિકાંગોપાંગ, દ્યોત = ઉદ્યોતનામકર્મ અને, વાર્ત = છેવટ્ટુ સંઘયણ આ છ પ્રકૃતિના ઉત્કૃષ્ટસ્થિતિના બંધક ઉત્કૃષ્ટસંક્લિષ્ટ એવા સહસ્ત્રાર સુધીના દેવ અને નારકીના જીવો જાણવા. કારણ કે મનુષ્ય-તિર્યંચો જો અતિશય સંક્લિષ્ટ થાય તો તિર્યંચપ્રાયોગ્ય બંધ ઓળંગીને નરકમાયોગ્ય બંધ કરે. ત્યાં આ છ પ્રકૃતિઓ બંધાતી નથી. અને દેવ-નારકીના જીવો ગમે તેટલા સંક્લિષ્ટ થાય તો પણ તેઓને છેવટે તિર્યંચપ્રાયોગ્ય જ બંધ હોય છે. અને ત્યાં આ છ પ્રકૃતિઓ બંધાય જ છે. માટે અતિસંક્લિષ્ટ દેવ-નારકી સ્વામી કહ્યા છે. ઉદ્યોત નામકર્મમાં ત~ાયોગ્ય સંક્લિષ્ટ સમજવા. તેમાં પણ એટલી વિશેષતા છે કે આ છ પ્રકૃતિઓમાં ઔદારિકાંગોપાંગ અને સેવાર્તસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિના બંધક ઈશાન ઉપરના સનકુમારથી સહસ્ત્રારસુધીના દેવો અને નારકીના જીવો જાણવા. કારણ કે ઈશાન સુધીના દેવો જો અતિશય સંક્લિષ્ટ થાય તો એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધ કરવા માંડે. ત્યાં આ બે પ્રકૃતિ બંધાતી નથી. કારણ કે એકેન્દ્રિય જીવોને અંગોપાંગ અને સંઘયણ હોતું નથી અને સનસ્કુમારાદિ દેવો તથા નારકી ગમે તેટલા સંક્લિષ્ટ થાય તો પણ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય જ બંધ કરે છે. અને ત્યાં આ બે પ્રકૃતિઓ બંધાય જ છે.
બાકીની ૯૨ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિના બંધક ચારે ગતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org