________________
૧૭).
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૪૩
ત્રીજા ભાગના પ્રથમ સમયે જ સ્વામી જાણવા. વળી સમ્યગ્દષ્ટિ તિર્યંચમનુષ્ય હોય તો નિયમા દેવનું જ આયુષ્ય બાંધે, એટલે અહીં મિથ્યાષ્ટિ સ્વામી કહ્યા છે, આ બન્ને આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ શુભ છે. તેથી વિશુદ્ધિવાળા કહ્યા છે. તથા જો અતિશય વિશુદ્ધ કહીએ તો આયુષ્ય બંધાય જ નહી. કારણ કે અતિશય વિશુદ્ધવાળો જીવ આયુષ્ય બાંધતો જ નથી. તથા અતિશય વિશુદ્ધ ન કહેતાં વધારે વિશુદ્ધ એમ જો કહીએ તો તિર્યંચ-મનુષ્યના આયુષ્યનો બંધ છોડીને દેવના આયુષ્યનો બંધ કરવા માંડે. તેથી અતિશય કે વધારે વિશુદ્ધિવાળા એમ ન કહેતાં ત~ાયોગ્ય વિશુદ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો સ્વામી છે. એમ કહ્યું છે.
(૩) નપુષ્ય ની ઉત્કૃષ્ટસ્થિતિના બંધક સંખ્યાત વર્ષના (પૂર્વક્રોડ વર્ષના) આયુષ્યવાળા, બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના પ્રથમ સમયે વર્તતા, ત્રીજા ભાગ (ના અબાધાકાળ) સહિત ૩૩ સાગરોપમનું સાતમી નરકનું આયુષ્ય બાંધતા, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યો અને મનુષ્યો ત~ાયોગ્યસંક્લિષ્ટતા વાળા હોય ત્યારે સ્વામી સમજવા. કારણ કે અતિશય સંક્લિષ્ટતામાં કે અતિશય વિશુદ્ધિમાં આયુષ્ય બંધાતું જ નથી. પરંતુ ઘોલમાન પરિણામે જ બંધાય છે. તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ અને મનુષ્ય વિના બીજા કોઈ પણ જીવો નરકનું આયુષ્ય બાંધતા જ નથી. માટે તત્કાયોગ્ય સંક્લિષ્ટ મિથ્યાષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય સ્વામી જાણવા.
(૪) દેવદિજ ના સ્વામી ત~ાયોગ્ય સંક્લિષ્ટ એવા મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્યો સમજવા. કારણ કે સંક્લિષ્ટતા વિના ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય . નહીં અને જો અતિશય સંક્લિષ્ટતા લેવા જઈએ તો નરકમાયોગ્ય બંધ થઈ જાય અથવા તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય બંધ થઈ જાય માટે તપ્રાયોગ્ય સંક્લિષ્ટ એવા મિથ્યાદષ્ટિ તિર્યંચ અને મનુષ્યો ઉત્કૃષ્ટસ્થિતિના બંધક કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org