________________
ગાથા : ૪૩
પાંચમો કર્મગ્રંથ
૧૬૯
બાકીની ૧૩ પ્રકૃતિઓ તો દેવ-નારકીના જીવો તેમાં ઉત્પન્ન થવાના ન હોવાથી ભવસ્વભાવે જ બાંધતા નથી. તેથી તે સ્વામી થઈ શક્તા નથી. અને તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય જો કે દેવ-નારકીના જીવો બાંધે છે. પરંતુ પૂર્વક્રોડ વર્ષ સુધીનું જ (સંખ્યાતા વર્ષનું) જ બાંધે છે. પલ્યોપમોવાળું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્યાં ઉત્પન્ન ન થતા હોવાથી બાંધતા નથી. માટે ૧૫ના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી તિર્યંચ અને મનુષ્યો જ કહ્યા છે. હવે કેવા તિર્યંચ-મનુષ્યો લેવા તે કંઈક ઝીણવટથી વિચારીએ.
(૧). વિનત્રિ અને સૂક્ષ્મત્રિ આ છ પ્રકૃતિઓના તપ્રાયોગ્યસંકિલષ્ટ એવા મિથ્યાષ્ટિ તિર્યંચ-મનુષ્યો ઉત્કૃષ્ટસ્થિતિના બંધક જાણવા. કારણ કે અતિશય સંક્ષિણ લઈએ તો આ છનો બંધ રોકીને નરક પ્રાયોગ્ય બંધ કરવા માંડે. ત્યાં આ છ પ્રકૃતિઓ બંધાતી નથી. તથા સંક્લિષ્ટ ન લઈએ અને વિશુદ્ધ લઈએ તો દેવ-મનુષ્ય પ્રાયોગ્ય બંધ થઈ જાય ત્યાં પણ આ છ પ્રકૃતિઓ બંધાતી નથી. તેથી અતિશય સંક્લિષ્ટ કે અતિશયવિશુદ્ધ ન લેતાં ઉત્કૃષ્ટસ્થિતિ સંક્લિષ્ટતાથી બંધાય છે. માટે ત~ાયોગ્ય સંક્લિષ્ટ જીવો બંધક કહ્યા છે.
(૨) તિર્થધાયુષ્ય અને મનુષ્યયુગના બંધના સ્વામી મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો લેવા. પરંતુ ત~ાયોગ્ય વિશુદ્ધિવાળા સમજવા. અને તે પણ જે તિર્યો અને મનુષ્યો પૂર્વક્રોડ વર્ષના હોય, પૂર્વક્રોડવર્ષના ત્રીજા ભાગે જ પરભવનું તિર્યંચનું અથવા મનુષ્યનું ત્રણ પલ્યોપમનું આયુષ્ય બાંધવાની શરૂઆત કરે ત્યારે તેઓ પૂર્વક્રોડ વર્ષના ત્રીજા ભાગના પ્રથમ સમયે જ ઉત્કૃષ્ટ તિર્યંચ અને મનુષ્ય આયુષ્યના બંધક જાણવા. કારણ કે તે એક જ સમયે પૂર્વક્રાંડના ત્રીજા ભાગે અધિક ત્રણ પલ્યોપમની તિર્યંચ અને મનુષ્યના આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિ સંભવી શકે છે. દ્વિતીય-તૃતીયાદિ સમયોમાં અબાધાકાળના તેટલા સમયો ન્યૂન થવાથી અબાધાકાળયુક્ત એવી ભોગ્યકાળવાળી ઉત્કૃષ્ટસ્થિતિ મળતી નથી. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org