________________
ગાથા : ૪૨
પાંચમો કર્મગ્રંથ
૧૬૭
સંભવે છે. તો ત્યાં ઉત્કૃષ્ટસ્થિતિ બંધના સ્વામી કહેવા જોઈએ. મિથ્યાત્વે સ્વામી કેમ કહ્યા ?
ઉત્તર- જો કે સાસ્વાદને તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય બંધાય છે. તો પણ તે ઉપશમ સમ્યકત્વથી પડતાં આવે છે. અને નિયમો મિથ્યાત્વે જ જવાવાળા જીવો હોય છે. એટલે સંક્લિષ્ટ પરિણામવાળા હોય છે. વિશુદ્ધિવાળા પરિણામ હોતા નથી. જ્યારે મિથ્યાત્વ ગુણઠાણે સમ્યક્ત્વાદિ ગુણપ્રાપ્તિને અભિમુખ થયેલા જીવો ચડવાના સ્વભાવવાળા હોવાથી તેઓને વિશુદ્ધિવાળા પરિણામ આવે છે. ત્યારે તેવા પ્રકારની વિશુદ્ધિવાળા ઘોલમાન પરિણામથી આ બે આયુષ્યની ઉત્કૃષ્ટસ્થિતિનો બંધ પહેલા ગુણઠાણે સંભવે છે. સાસ્વાદને નહીં.
ત્રીજે ગુણસ્થાનકે કોઈ આયુષ્ય બંધાતાં જ નથી. ચોથા ગુણસ્થાનકે તિર્યંચાયુષ્ય તો બંધાતું જ નથી. અને મનુષ્યાયુષ્ય બંધાય છે. પરંતુ સમ્યત્વવાળા ગુણસ્થાનકે મનુષ્યાયુષ્ય ફક્ત દેવ-નારકી જ બાંધે છે. કારણ કે મનુષ્ય-તિર્યંચો જો સમ્યક્તી હોય તો નિયમા દેવનું જ આયુષ્ય બાંધે છે. અને તેથી જ પાંચમા ગુણસ્થાનકમાં વર્તતા તિર્યંચો અને પાંચમેછકે વર્તતા મનુષ્યો એક દેવનું જ આયુષ્ય બાંધે છે. મનુષ્યનું આયુષ્ય બાંધતા નથી. હવે જે દેવ-નારકી મનુષ્યાયુષ્યના બંધક છે, તે નિયમો પૂર્વકોટિવર્ષ પ્રમાણ સંખ્યાતવર્ષ સુધીના જ આયુષ્યના બંધક હોય છે કારણ કે તેનાથી વધારે આયુષ્યમાં દેવ- નારકીનો ઉત્પાત જ નથી. તેથી ૧-૨-૩ પલ્યોપમવાળું મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય દેવ-નારકી બાંધતા જ નથી. આ રીતે ચોથે ગુણઠાણે મનુષ્પાયુષ્યનો બંધ હોવા છતાં પણ ઉસ્થિતિવાળા મનુષ્યાયુષ્યનો બંધ ત્યાં સંભવતો નથી. તેથી વિશુદ્ધ એવા મિથ્યાત્વી જીવો તેના સ્વામી કહ્યા છે. જે ૪૨ |
અવતરણ - ઉપરની ગાથામાં ૧૧૬ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી મિથ્યાદષ્ટિ જીવો કહ્યા. પરંતુ મિથ્યાત્વીમાં પણ દેવ-નારકી-તિર્યંચ અને મનુષ્ય એમ ચાર પ્રકારના જીવો છે. તથા એકેન્દ્રિય-બેઈન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org