________________
પાંચમો કર્મગ્રંથ
आउज
= ચાર આયુષ્યોના ઉત્કૃષ્ટ બંધમાં પણ, જેરૂ કેટલાક આચાર્યો, સુરાઽસમાં = દેવાયુષ્યની તુલ્ય, નિj = તીર્થંકરનામકર્મ, અંતમુહૂ
અંતર્મુહૂર્ત, વિંતિ
કહે છે, આહારં
આહારકદ્વિક. ૫૩૯||
ગાથા : ૩૯
=
=
=
=
Jain Education International
ગાથાર્થ સર્વે પણ પ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધમાં તથા આયુષ્યકર્મના ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં પણ અબાધાકાળ અંતર્મુહૂર્ત જાણવો. કેટલાક આચાર્યો જિનનામકર્મનો દેવાયુષ્યતુલ્ય અને આહારકઢિકનો અંતર્મુહૂર્ત જધન્યસ્થિતિબંધ કહે છે. ૩૯॥
=
૧૫૫
વિવેચન = સર્વે પણ કર્મપ્રકૃતિઓની જ્યારે જ્યારે જઘન્યસ્થિતિ બંધાય છે. ત્યારે ત્યારે જઘન્ય અબાધાકાળ હોય છે અને તે અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. એકસો વીસે કર્મોમાં જધન્ય અબાધા અંતર્મુહૂર્ત છે. તેથી કર્મોની દલિક રચના જઘન્યથી અંતર્મુહૂર્ત કાળના સમય સ્થાનોને ત્યજીને બાકીના શેષસ્થાનોમાં થાય છે. તથા આયુષ્યકર્મની અબાધા ભોગવાતા ભવના શેષ આયુષ્યપ્રમાણ હોય છે. તેથી પરભવનું ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ આદિનું આયુષ્ય બંધાતું હોય તો પણ આ ભવનું આયુષ્ય જો અંતર્મુહૂર્ત માત્ર બાકી હોય તો અંતર્મુહૂર્ત માત્રની પણ અબાધા હોઈ શકે છે. અને આ ભવનું આયુષ્ય વધારે બાકી હોય તો વધારે પણ (વધુમાં વધુ પૂર્વ ક્રોડ વર્ષનો ત્રીજો ભાગ) અબાધા હોઈ શકે છે. આ કારણથી ૧૧૬ કર્મોમાં જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે ઉત્કૃષ્ટ અબાધા હોય. અને જ્યારે જઘન્ય સ્થિતિ બંધાય ત્યારે જઘન્ય અબાધા હોય. પરંતુ આયુષ્યકર્મમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે ઉત્કૃષ્ટ અબાધા પણ હોય અને જઘન્ય અબાધા પણ હોય, તેવી જ રીતે આયુષ્યકર્મની જઘન્યસ્થિતિ બંધાય ત્યારે જઘન્ય અબાધા પણ હોય અને ઉત્કૃષ્ટ અબાધા પણ હોય. તેથી આયુષ્યકર્મમાં સ્થિતિબંધની અને અબાધાકાળની ચતુર્થંગી થાય છે. જે પૂર્વે જણાવી ગયા છીએ.
અહીં ગુરુનોડિોડિઝંતો ઈત્યાદિ પદોવાળી ગાથા ૩૩માં જિનનામકર્મ અને આહારકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાના અવસરે
For Private & Personal Use Only
www.jainelibrary.org