________________
ગાથા : ૩૭-૩૮
પાંચમો કર્મગ્રંથ
૧૪૯
ગાથાર્થ = (પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે સ્થિતિ આવી) તે આ સ્થિતિ એકેન્દ્રિયજીવોનો ઉત્કૃષ્ટબંધ જાણવો. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ તે એકેન્દ્રિયજીવોનો જઘન્યસ્થિતિબંધ થાય. તે જ ૮૫ પ્રકૃતિઓનો પણ જઘન્યબંધ જાણવો. એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુક્રમે ૨૫-૫૦૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણતાં વિક્લેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયજીવોમાં જ્યેષ્ઠ (ઉત્કૃષ્ટ) સ્થિતિબંધ આવે. તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ તો વિક્લેન્દ્રિય અને અસંજ્ઞીમાં જઘન્યસ્થિતિબંધ આવે. દેવ અને નારકીનું આયુષ્ય દશ હજાર વર્ષનું અને બાકીનાં બે આયુષ્ય એક ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્યથી બંધાય છે. | ૩૭-૩૮ |
| વિવેચન = પાછળ ગાથા ૩૬ માં જે સમજાવવામાં આવ્યું કે ૮૫ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ કેટલી ? પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ તેટલી સ્થિતિ તે જઘન્યસ્થિતિ જાણવી. ત્યાં પ્રશ્ન થાય છે કે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાનું ત્યાં મૂળ ગાથા ૩૬માં તો કહ્યું જ નથી. તો ક્યાંથી જાણ્યું કે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ ત્યારે જઘન્યસ્થિતિ આવે ?
આ વાત જાણવા માટે આ ૮૫ પ્રકૃતિની તથા નવમે, દસમે બંધવિચ્છેદ પામતી ૨૨ પ્રકૃતિની એમ કુલ ૧૦૭ પ્રકૃતિની એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો વધુમાં વધુ કેટલી સ્થિતિ બાંધે? અને ઓછામાં ઓછી કેટલી સ્થિતિ બાંધે ? તે વાત આ બે (૩૭-૩૮) ગાથામાં સમજાવે છે. તેનાથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવાનું કેવી રીતે જાણ્યું તે હકીકત સમજાશે.
"सेसाणुक्कोसाओ मिच्छत्तठिईइ जं लद्धं अयमुक्कोसोगिंदिसु ॥था ૩૬ અને ગાથા ૩૭નું આટલું પદ સાથે જોડો. એટલે બાકીની ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org