________________
૧પ૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૭-૩૮
પ્રકૃતિઓની પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે જે સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલી એકેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે એમ જાણવું. તથા પત્નિસંવંસદી નવંધો = તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ ત્યારે જે સ્થિતિ આવે. તેટલી સ્થિતિ એકેન્દ્રિય જીવો જઘન્યથી બાંધે છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મની ૩૦ કોડાકોડીને મિથ્યાત્વની ૭૦ કોડાકોડી વડે ભાગતાં જે ૩ સ્થિતિ થાય તેટલી સ્થિતિ એકેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટથી બાંધે છે. અને તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ તેટલી એકેન્દ્રિય જીવો જઘન્યસ્થિતિ બાંધે છે.
આ વિધાનથી જ એમ સમજાય છે કે આ એકેન્દ્રિય જીવો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન જે જઘન્યસ્થિતિ બાંધે છે. તે જ જઘન્યસ્થિતિ બાકી રહેલી ૮૫ પ્રકૃતિની કહેવાય છે. કારણ કે ૮૫ પ્રકૃતિની એકેન્દ્રિય જીવો જે આ જઘન્યસ્થિતિ બાંધે છે તેનાથી ન્યૂન સ્થિતિ અન્યત્ર ક્યાંય લભ્ય નથી. માટે એકેન્દ્રિયજીવોનો જે જઘન્યસ્થિતિ બંધ તે જ ૮૫ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ જાણવી. આ રીતે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાનું ગાથાના પાઠથી જ જણાઈ આવે છે.
૩ સંપૂર્ણ સાતીયા ત્રણ ભાગ વગેરે જે ઉત્કૃષ્ટ સ્થિતિ એકેન્દ્રિયજીવો બાંધે છે. તેને ૨૫ વડે ગુણવાથી જે આવે તેટલી ઉત્કૃષ્ટસ્થિતિ બેઈન્દ્રિયજીવો બાંધે છે. આ રીતે ૫૦-૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણતાં જે આવે તેટલી ઉત્કૃષ્ટસ્થિતિ અનુક્રમે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો બાંધે છે. પાંચ પ્રકારના જીવોમાં આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો. તે પાંચે પ્રકારના જીવોમાં જઘન્યસ્થિતિબંધ આ પ્રમાણે છે કે ૩/૭ સાતીયા ત્રણ ભાગ વગેરે જે ઉત્કૃષ્ટસ્થિતિ એકેન્દ્રિય જીવો બાંધે છે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ તો એકેન્દ્રિય જીવો કેટલી જઘન્યસ્થિતિ બાંધે ? તે માપ આવે. અને હું સંપૂર્ણ સાતીયા ત્રણ ભાગ આદિ એકેન્દ્રિયના જીવોને ઉત્કૃષ્ટથી બંધ યોગ્ય જે સ્થિતિ છે. તેને ૨૫-૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org