________________
૧૪૪ પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૬ આવે તેમાંથી પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ તેટલી જઘન્યસ્થિતિ જાણવી. જઘન્યસ્થિતિ જાણવાની આ પદ્ધતિને (ગણિતને) જૈનશાસ્ત્રોમાં રગ (ઉપાય) કહેવાય છે.
પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ ઓછો કરવો તે જઘન્યસ્થિતિ છે.” આ ઉપાયને અનુસારે ૮૫ની જઘન્યસ્થિતિ જાણવી. જેમ કે નિદ્રાપંચકની ૩૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેને મિથ્યાત્વની ૭૦ કોડાકોડી વડે ભાગો. શૂન્યથી શૂન્યનો છેદ થાય છે. જેમ ૩૦૦ ને ૭00 વડે ભાગવા હોય તો ૩૦૦ નાં બે શૂન્ય અને ૭૦૦નાં બે શૂન્ય પરસ્પર એકબીજાનો છેદ કરે છે. ૩૦૦ એમ ગણિત થવાથી ૩ આવે છે. તેવી જ રીતે કોડાકોડી સાગરોપમનાં જે જે શૂન્યો છે. તે પરસ્પર છેદાય છે. ક્રોડનાં સાત શૂન્ય થાય છે. એટલે કોડાકોડીનાં ૧૪ શૂન્ય થાય છે. તે પરસ્પર છેદાય છે. દાખલા તરીકે
૩૦,OOOOOOOOOOOOOO નીચેનાં શન્ય વડે
૭૦,૦0000000000000 ઉપરનાં શૂન્ય છેદાય છે. એટલે હું એક સાગરોપમના સાત ભાગ કરીએ એવા ત્રણ ભાગ થાય છે. જેને સાતીયા ત્રણભાગ અથવા ત્રણ સપ્તમાંશ સાગરોપમ કહેવાય છે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરીએ તે જઘન્યસ્થિતિ જાણવી. આ જઘન્યસ્થિતિ બાદરપર્યાપ્તા એકેન્દ્રિય જીવો જ બાંધે છે. આ પ્રમાણે સર્વે પ્રકૃતિઓમાં જાણવું.
(૧) નિદ્રાપંચક અને અસતાવેદનીયની ૩૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેને ૭૦ કોડાકોડી વડે ભાગતાં ? આવે તેમાંથી પલ્યો.નો અસં. ભાગ હીન કરીએ તેટલા સાગરોપમની જઘન્યસ્થિતિ આ ૬ પ્રકૃતિની જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org