________________
ગાથા : ૩૬
પાંચમો કર્મગ્રંથ
૧૪પ
(૨) મિથ્યાત્વ મોહનીયની ૭૦ કોડાકોડી સાગ0 ઉત્કૃષ્ટસ્થિતિ છે. તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ વડે ભાગતાં ૩૬ = $ = ૧ સાગરોપમ થાય. તેમાં પલ્યો.નો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરીએ એટલી જઘન્યસ્થિતિ મિથ્યાત્વમોહની જાણવી.
(૩) સોળ કષાયની ઉત્કૃષ્ટસ્થિતિ ૪૦ કોડાકોડી સાગરોપમની છે. તેને મિથ્યાત્વની ૭૦ કોડાકોડી પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ વડે ભાગતાં 3 થાય, તેમાંથી પલ્યો.નો અસં. ભાગ ન્યૂન કરીએ તેટલી જઘન્યસ્થિતિ ૧૬ કષાયની થાય છે.
(૪) હાસ્ય-રતિની ૧૦ કોડાકોડી છે. તેને ૭૦ વડે ભાગતાં 3 થાય તેમાંથી પલ્યોપમનો અસં. ભાગ ન્યૂન કરતાં જે આવે તે હાસ્ય-રતિની જઘન્ય સ્થિતિ જાણવી.
(૫) ભય, જુગુપ્સા, અરતિ, શોક અને નપુંસકવેદની સ્થિતિ ૨૦ કોડાકોડીની છે. તેને ૭૦ વડે ભાગતાં 3 થાય. પલ્યોપમનો અસં. ભાગ ન્યૂન છે જઘન્ય સ્થિતિ આ પાંચની જાણવી.
(૬) સ્ત્રીવેદની ૧૫ કોડાકોડીની સ્થિતિ છે. તેને ૭૦ વડે ભાગતાં 3 થાય. ઉપર-નીચેની બન્ને સંખ્યાને સમાન આંક વડે ભાગતાં (લઘુ કરતાં) ગણિત ટુંકુ થાય છે અને અર્થમાં કંઈ જ તફાવત થતો નથી તેથી પાંચ વડે બન્નેને ભાગી શકાય તેમ છે તેથી ૧પને પાંચ વડે ભાગતાં ૩ થાય. અને ૭૦ને પાંચ વડે ભાગતાં ૧૦ થાય એટલે 45 નો અર્થ જ થાય છે. તેમાં પલ્યો.નો અસં. ભાગ ન્યૂન કરીએ તેટલી જઘન્યસ્થિતિ સ્ત્રીવેદની જાણવી.
(૭) નામકર્મમાં ૧૦, ૧૨, ૧રા, ૧૪, ૧૫, ૧૬, ૧૭,૧૮ અને ૨૦ કોડાકોડીસાગરોની સ્થિતિ જુદી જુદી પ્રકૃતિઓની આવી છે તે દરેકને ૭૦ વડે ભાગતાં અનુક્રમે 69, 3, 5, 8, 95,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org