________________
પાંચમો કર્મગ્રંથ
છે કે નિયમા નિરુપક્રમ આયુષ્યવાળા એટલે જે જીવોનું આયુષ્ય ગતભવમાંથી જેટલું બાંધીને લાવ્યા છે. તેટલું સંપૂર્ણ ભોગવનારા અને અપવર્તના દ્વારા ઘટાડો નહી કરનારા એવા જે દેવ, નારકી અને યુગલિક તિર્યંચ-મનુષ્યના જીવો છે તેઓને છ માસની અબાધા હોય છે, અર્થાત્ તેઓને પોતાના ભવનું છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે જ પરભવનું આયુષ્ય બાંધે છે. અને બાકીના (નિયમા નિરુપક્રમ જ આયુષ્ય હોય નહીં એવા તે શેષ) અપવર્તનીય આયુષ્યવાળા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સોપક્રમી અથવા નિરુપક્રમી આયુષ્યયુક્ત પં. તિર્યંચો અને મનુષ્યોમાં પોતપોતાના આયુષ્યનો ત્રીજો ભાગ અબાધા હોય છે. અહીં યુગલિક તિર્યંચ-મનુષ્યોમાં કેટલાક આચાર્યો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અબાધા હોય એમ પણ માને છે. એટલે કે પોતાના ભવનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાકી હોતે છતે પરભવનું આયુષ્ય બાંધે છે. એમ માને છે. (જુઓ કર્મપ્રકૃતિ બંધનકરણ ગાથા-૭૫)
ગાથા : ૩૪
ગાથા ૨૬ માં
૨
ગાથા ૨૮ માં ૩૮
ગાથા ૨૯ માં ૩૧
૭૧
ગાથા ૩૦ માં ૧૮
ગાથા ૩૧/૩૨ માં
૪૨
ગાથા ૩૩ માં
Jain Education International
૫
+
૫= ૧૩૬
બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે પરંતુ ગ્રંથકારે અહીં વર્ણાદિના ૨૦ ઉત્તરભેદોની સ્થિતિ જાદીાદી કહી છે. તેથી વર્ગાદિની ૧૬ સંખ્યા વધારે ગણતાં ૧૩૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા તેના પ્રસંગમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ ગાથા ૨૬ થી ૩૪ સુધીમાં કહ્યો. તેમાં ગાથા ૨૭માં મૂલકર્મનો જધન્યસ્થિતિબંધ અને ગાથા ૩૪માં જાદા જાદા જીવોને આશ્રયી આયુષ્યબંધ પણ કહ્યો. આ પ્રમાણે મૂલ પ્રકૃતિ તથા ઉત્તર પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું તથા મૂલકર્મના જ.સ્થિ. બંધનું વર્ણન સમાપ્ત થયું. ॥ ૩૪ ॥
૧૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org