________________
પાંચમો કર્મગ્રંથ
હવે ઉત્તરપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સમજાવે છે. लहुठिइबंधो संजलण लोहपणविग्घनाणदंसेसु । भिन्नमुहुत्तं ते अट्ठ, जसुच्चे बारस य साए ॥ ३५ ॥
૧૪૦
(लघुस्थितिबन्धस्संज्वलनलोभपञ्चविघ्नज्ञानदर्शनेषु । भिन्नमुहूर्तं तेऽष्टौ यशउच्चैर्गोत्रयोर्द्वादश च साते ॥ ३५ ॥ )
लहुठिइबंधो = જઘન્ય સ્થિતિબંધ, સંગાળતોદ સંજ્વલન લોભ, પવિષ = પાંચ અંતરાય, નાળ+સુ = પાંચ જ્ઞાનાવરણીય અને ચાર દર્શનાવરણમાં, મિનમુહૂત્ત = અંતર્મુહૂર્ત, તે અટ્ઠ = તે મુહૂર્તો આઠ, નમુખે યશનામકર્મ અને ઉચ્ચગોત્રમાં, વારસ ચ સાતાવેદનીયમાં બાર મુહૂર્ત. || ૩૫ ॥
Wat
સણ =
ગાથા : ૩૫
=
**
Jain Education International
ગાથાર્થ સંજ્વલન લોભ, પાંચ અંતરાય, પાંચ જ્ઞાનાવરણીય અને ચાર દર્શનાવરણીય એમ ૧૫ નો જઘન્યસ્થિતિબંધ અંતર્મુહૂર્ત, યશ અને ઉચ્ચગોત્રનો આઠ મુહૂર્ત, અને સાતાનો બાર મુહૂર્ત હોય છે. II૩૪ ॥
=
વિવેચન : હવે જઘન્યસ્થિતિબંધ કહેવાનો અવસર છે. એકેન્દ્રિય વિક્લેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય કરતાં સંજ્ઞી પંચેન્દ્રિયના ભવમાં વિશુદ્ધિ અને સંક્લેશ (પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયોની માત્રા) અધિક હોય છે તેથી સાસ્વાદનથી અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં જન્યથી પણ પંચેન્દ્રિય જીવ આયુષ્ય વિના કોઈપણ કર્મની અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે અને ઉત્કૃષ્ટથી પણ બૃહત્તર અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. તથા મિથ્યાત્વ ગુણઠાણે જધન્યથી અંતઃકોડાકોડી સાગરોપમ જ બાંધે છે. તેનાથી ન્યૂન સ્થિતિબંધ સંજ્ઞી જીવ કરતો નથી. અને ઉત્કૃષ્ટથી ૨૦-૩૦-૭૦ કોડાકોડી સાગરોપમ પણ બંધ કરે છે. (જુઓ આ શતકની જ ગાથા ૪૮) અને એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો એક સાગરોપમના પણ સાતીયા
For Private & Personal Use Only
www.jainelibrary.org