________________
ગાથા : ૩૩
પાંચમો કર્મગ્રંથ
૧૩૫
તિર્યંચમાં પણ જાય છે. અને અપવર્તના તથા સંક્રમ આદિ દ્વારા ઉદયવતીમાં સંક્રમાવીને પણ ચૌદમે જઈને નિઃસત્તાક થાય છે. તેથી આ ત્રણે કર્મોની જઘન્યસ્થિતિ અંતઃકોડાકોડી કહેવામાં કંઈ પણ શાસ્ત્રવિરોધ આવતો નથી.
તથા અહીં “આહારકકિ” કહ્યું છે તો પણ આહારકબંધન અને આહારક સંઘાતનની પણ જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી જ સમજી લેવી. બંધન અને સંઘાતન પણ અવશ્ય બંધાય જ છે. ફક્ત તેની વિરક્ષા શરીરની અન્તર્ગત કરવામાં આવે છે. જિનનામ કર્મ ત્રીજા ભવે બંધાયા પછી તેનો બંધ સમ્યકત્વ હોવાથી સદા ચાલુ રહે છે, ફક્ત પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળાને ક્ષયોપશમ સમ્યત્વ હોય તો મિથ્યાત્વે અંતર્મુહૂર્ત માત્ર બંધાતું નથી. અન્તિમભવમાં ક્ષપકશ્રેણી માંડે ત્યારે આઠમાના છઠ્ઠા ભાગે બંધવિચ્છેદ થયા બાદ અંતર્મુહૂર્ત કાળ ગયા પછી તેનો વિપાકોદય શરૂ થાય છે. અને આહારકદ્ધિકનો સાતમ-આઠમે બંધ કરી જ્યારે છ આવે ત્યારે આહારક શરીર વિદુર્વે તો અંતર્મુહૂર્ત બાદ તેનો વિપાકોદય શરૂ થાય છે. તથા જો હમણાં આહારક શરીર બનાવવાના પ્રયોજનના અભાવે ન બનાવે, અને સંયમમાં વર્તે, અને મૃત્યુ નજીક આવે ત્યારે જો બનાવે તો વધારેમાં વધારે દેશોન પૂર્વક્રોડ વર્ષ પછી પણ વિપાકોદય થાય છે. આ પ્રમાણે જિનનામ અને આહારકદ્ધિક સંબંધી પ્રાસંગિક કેટલીક ચર્ચા આપણે કરી.
મનુષ્પાયુષ્ય અને તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રણ પલ્યોપમ જાણવો. જે દેવકુરુ-ઉત્તરકુરના માનવીનું તથા ભરત-ઐરાવત ક્ષેત્રવર્તી ઉત્સર્પિણીના છેલ્લા અને અવસર્પિણીના પહેલા આરાના યુગલિકનું આટલું આયુષ્ય હોય છે. આ સ્થિતિબંધ માત્ર ભોગ્યકાળ આશ્રયી જ જાણવો બીજા કર્મોની જેમ જો અબાધાકાળ સહિત ભોગ્યકાળવાળો સ્થિતિબંધ જાણવો હોય તો પૂર્વક્રોડના ત્રીજા ભાગે અધિક એવા ત્રણ પલ્યોપમનો સ્થિતિબંધ જાણવો. આ ગાળામાં આ પ્રમાણે ૩+૨ = ૫ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org