________________
ગાથા : ૩૩
પાંચમો કર્મગ્રંથ
૧૩૩
અને શાસ્ત્રોમાં તો તિર્યંચગતિમાં જિનનામની સત્તા નિષેધેલી છે. તિર્યંચગતિમાં તો નામકર્મની ૯૩ પ્રકૃતિઓની સત્તાને આશ્રયી ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ નામકર્મનાં પાંચ જ સત્તાસ્થાન કહ્યાં છે. અને તે પાંચમાંથી એકેયમાં જિનનામકર્મ નથી. માટે જિનનામની સત્તા હોતે છતે તિર્યંચ કેમ થાય? અને તિર્યંચ થયા વિના શેષ ભવોથી આટલી લાંબી સત્તા કેમ પૂર્ણ કરી શકાય?
ઉત્તર :- “તિર્યંચગતિમાં જિનનામની સત્તાનો જે નિષેધ કરેલ છે, તે નિકાચિતને આશ્રયી કરેલ છે. અનિકાચિત જિનનામકર્મની સત્તા હોતે છતે આ જીવ તિર્યંચ થઈ શકે છે. તિર્યંચગતિમાં નિકાચિત કે અનિકાચિત એવા બંધમાત્રનો નિષેધ છે. પરંતુ સત્તાનો નિષેધ નથી. નિકાચિતની જ સત્તા ત્યાં નથી. ૯૨ આદિ પાંચે સત્તાસ્થાનોમાં જે જિનનામની સત્તા નથી તે નિકાચિતને આશ્રયી જાણવું પરંતુ અનિકાચિતની સત્તા ત્યાં હોઈ શકે છે. જેથી કાળપૂર્તિ થઈ શકે છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે –
जमिह निकाइयतित्थं, तिरियभवे तं निसेहियं संतं । इयरंमि नत्थि दोसो, उव्वट्टणावट्टणासज्झे ।।
અર્થ - તિર્યંચગતિમાં જે જિનનામની સત્તાનો નિષેધ છે. તે નિકાચિતને આશ્રયી છે. પરંતુ ઈતર (અનિકાચિત) માં કોઈ દોષ નથી. એટલે કે અનિકાચિત જિનનામની સત્તા તિર્યંચમાં માનવામાં કોઈ દોષ નથી તથા તે જિનનામકર્મનો ઉદ્વર્તન અને અપવર્તના દ્વારા ફેરફાર કરી શકાય છે.
ભાવાર્થ એવો છે કે તિર્યંચગતિમાં જિનનામની સત્તાનો જે નિષેધ છે તે માત્ર નિકાચિતને જ આશ્રયી છે. અર્થાત્ અનિકાચિત જિનનામની સત્તા હોતે છતે જીવ તિર્યંચ થઈ શકે છે અને કાળપૂર્તિ પણ કરી શકે છે. તથા ૯૨-૮૮ આદિની સત્તામાં જે જિનનામ તિર્યંચમાં નથી ગયું તે સઘળું નિકાચિત આશ્રયી જાણવું. છઠ્ઠા કર્મગ્રંથમાં આવતાં સત્તાસ્થાનો નિકાચિત જિનનામને આશ્રયી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org