________________
ગાથા : ૩૩
પાંચમો કર્મગ્રંથ
૧૩૧
પ્રશ્ન :- આહારકદ્ધિક અને જિનનામકર્મની જઘન્યસ્થિતિ પણ અંત:કોડાકોડી સાગરોપમ જો કહો છો. તો તેમાં પ્રશ્ન થાય છે કે જિનનામકર્મ વિપાકોદયવાળા ભવથી પૂર્વે નિયમા ત્રીજા ભવે જ બંધાય છે. એટલે આ જિનનામના બંધવાળો મનુષ્યનો પ્રથમભવ, ત્યારબાદ દેવ અથવા નારકીનો ભવ, અને ત્યારબાદ મનુષ્યનો ભવ એમ ત્રણ ભવમાં આગળ-પાછળ બે મનુષ્યના ભવ, તેમાં પ્રથમ ભવનું વધુમાં વધુ પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય હોઈ શકે છે. અને છેલ્લા ભવનું વધુમાં વધુ દેશોન પૂર્વક્રોડ વર્ષનું તીર્થંકર પ્રભુનું આયુષ્ય હોય છે. તેમાં કેવલી પર્યાય ત્યજીને પ્રાયઃશેષ ૮૩ લાખ પૂર્વ જેટલો કાળ આશરે જિનનામનો બંધ ઘટી શકે છે. વચ્ચેનો ભવ જો દેવનો કરે તો ઋષભદેવ પ્રભુની જેમ વધુમાં વધુ ૩૩ સાગરોપમ અને નરકનો ભવ કરે તો ત્રણ નરકમાંથી જ આવેલો જીવ તીર્થંકર થાય છે. તેથી ૭ સાગરોપમ હોય છે. આ રીતે શાસ્ત્રાનુસાર જોતાં તીર્થકર નામકર્મ બાંધનાર જીવ દેવ-નરક અને મનુષ્યગતિમાં જ જાય છે. તિર્યંચગતિમાં જતો નથી. અને વધુમાં વધુ કંઈક ન્યૂન પ્રાયઃ કરીને આશરે (૧૬ અથવા ૧૭ લાખ પૂર્વ ન્યૂન) બે પૂર્વક્રોડ વર્ષ અને ૩૩ સાગરોપમ કાળ જ સંસારમાં રહે છે, તેથી જિનનામકર્મની બાંધેલી આટલી મોટી અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિનો કાળ કેવી રીતે પૂર્ણ કરે ? તીર્થંકર નામકર્મનો બંધ શરૂ થયા પછી સમ્યક્તાદિ હોવાથી તિર્યંચ ગતિમાં જતો નથી. આ જ કારણે તિર્યંચગતિમાં તીર્થંકરનામ કર્મની સત્તાનો શાસ્ત્રોમાં નિષેધ કર્યો છે. ત્યાં જાય નહીં. અને ત્યાં ગયા વિના આ ત્રણ ભવમાત્રથી બાંધેલા જિનનામકર્મની સત્તા સમાપ્ત થાય નહીં, તો સત્ય શું ?
ઉત્તર :- તિર્યંચગતિમાં જિનનામકર્મની સત્તાનો જે નિષેધ કરેલો છે. તે બાંધ્યા પછી નિયમા ત્રીજા ભવે ઉદયમાં આવવાનું જ છે અને તે જીવ તીર્થકર થવાનો જ છે. તેવા નિકાચિત જિનનામને આશ્રયી શાસ્ત્રોમાં તિર્યંચગતિમાં જિનનામની સત્તાનો નિષેધ કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org