________________
૧૩૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૩
, પરંતુ અનિકાચિત જિનનામ ઘણીવાર બંધાય છે અને ઘણા ભવો પહેલાં પણ બંધાય છે. તથા તે બાંધેલું જિનનામ કર્મ સત્તામાં હોતે છતે તિર્યંચગતિમાં પણ જાય છે. અને અપવર્તનાદિકરણ દ્વારા નિસત્તાક પણ થાય છે. તેથી જઘન્યપણે પણ આટલી સ્થિતિ હોઈ શકે છે. આ અંત:કોડાકોડી સાગરોપમની જે જઘન્યસ્થિતિ કહી તે અનિકાચિતને આશ્રયી જ કહી છે. નિકાચિતને આશ્રયીને કહી નથી. નિકાંચિતને આશ્રયી તો કંઈક ન્યૂન બે પૂર્વક્રોડ વર્ષ અધિક ૩૩ સાગરોપમ જ જાણવી. અંતઃકોડાકોડી ન જાણવી. જિન નામકર્મની નિકાચનાનો પ્રારંભ મનુષ્યભવમાં જ કરે છે અને ચાલુ નિકાચનાએ દેવ-નરકના ભાવમાં જાય છે તથા ત્યાંથી એવી મનુષ્યમાં આવે તો પણ નિકાચના ચાલુ હોય છે. આ રીતે નિકાચિત જિનનામવાળાને મનુષ્ય, દેવ અને નારકીના જ ભવો હોય છે. તિર્યંચના નહીં. “વ માવો તફમવે સત્તા' આ જે પાઠ છે તે નિકાચિતને આશ્રયી છે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષણવતી નામના ગ્રંથમાં કહ્યું છે કે
कोडाकोडी अयरोवमाण तित्थयरनामकम्मठिई । बज्झइ य तं अणंतरभवंमि तइयंमि निद्दिटुं ।। जं बज्झइत्ति भणियं, निकाइयं तं तु तत्थ नियमोयं । तदवंझफलं नियमा भयणा अनिकाइयावत्थे ।।
અર્થ :- તીર્થંકર નામકર્મની જઘન્ય સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ કહી છે અને તે અનંતર એવા ત્રીજા ભવમાં જ બંધાય છે. તો કેવી રીતે ઘટે? “ત્રીજા ભવે બંધાય છે” એમ જે કહ્યું છે તે નિકાચિતને આશ્રયી કહ્યું છે. તેના માટે તિર્યંચમાં ન જવાનો નિયમ છે. તે જિનનામ નક્કી અવધ્ય ફળવાળું છે પરંતુ અનિકાચિત જિનનામ કર્મની અવસ્થામાં ભજના જાણવી.
પ્રશ્ન :- જો અનિકાચિત જિનના બાંધ્યા પછી તિર્યંચગતિમાં જવાતું હોય તો તિર્યંચગતિમાં પણ જિનનામકર્મની સત્તા સિદ્ધ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org