________________
૧૩૬
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૪
इग विगल पुव्वकोडी, पलियासंखंस आउचउ अमणा । निरुवक्त्रमाण छमासा, अबाह सेसाण भवतंसो ॥३४।। (एकविकलाः पूर्वकोटी, पल्यासंख्यांशं आयुश्चतुष्कममनसः । निरुपक्रमाणां षण्मासाऽबाधा शेषाणां भवत्र्यंशः ॥३४॥)
વિગત = એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય જીવો, પુaોડી = પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય બાંધે છે, પત્રિયાસંëા = પલ્યોપમના અસંખ્યાતમા ભાગનાં, મા૩૩ = ચાર આયુષ્ય, સમ = મન વિનાના જીવો બાંધે છે, નિરુવેદમા = નિરુપક્રમી આયુષ્યવાળા જીવોને, છમાસા એવાદ = છ માસની અબાધા હોય છે, સેસાઇ = બાકીના જીવોને, ભવતિંસો = ભવનો ત્રીજો ભાગ અબાધા હોય છે. ૩૪
ગાથાર્થ - એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવો પૂર્વક્રોડ વર્ષનું પરભવનું આયુષ્ય બાંધે છે. અસંજ્ઞી જીવો પરભવસંબંધી ચારે આયુષ્યો પલ્યોપમના અસંખ્યાતમા ભાગનાં બાંધે છે. નિરુપક્રમી જીવોને છ માસની અને શેષ જીવોને ભવના ત્રીજા ભાગની આયુષ્યકર્મની અબાધા હોય છે. ૩૪
વિવેચન :- ઉપરની તેત્રીસમી ગાથામાં તિર્યંચ-મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું કહ્યું છે. પરંતુ આટલું ઉત્કૃષ્ટ આયુષ્ય માત્ર સંજ્ઞી પં. તિર્યંચ અને મનુષ્યો જ બાંધે છે. બીજા જીવો આટલું આયુષ્ય બાંધતા નથી. કારણ કે ત્રણ પલ્યોપમ પ્રમાણ આ આયુષ્ય યુગલિક તિર્યંચ-મનુષ્યોનું (દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રવર્તી તથા અવસર્પિણીના પહેલા આરાના અને ઉત્સર્પિણીના છેલ્લા આરાના તિર્યંચ-મનુષ્યોનું) જ હોય છે. અને શેષ જીવો (એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય અને દેવ-નારકીના જીવો) યુગલિકના ભવમાં ઉત્પન્ન થતા જ નથી. તેથી આટલું મોટું આયુષ્ય તે જીવો બાંધતા નથી. આ બાબતમાં એક પ્રશ્ન થાય છે કે આ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય જીવો યુગલિકના ભવમાં ઉત્પન્ન થતા નથી. અને ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org