________________
ગાથા : ૨૬
પાંચમો કર્મગ્રંથ
૧૧૩
દલિકો ઉદયમાં આવીને તજ્જન્ય ફળપ્રદાનતા કરે છે. તેથી તેને “ભોગ્યકાળ” કહેવાય છે. આ ભાગ્યકાળમાં જ દલિકોની ગોઠવણી હોવાથી તેને નિષેકરચના પણ કહેવાય છે. આ અબાધાકાળ અને ભોગ્યકાળ એમ બન્ને મળીને જે લાંબી લતા થાય છે તેને જ સ્થિતિબંધ કહેવાય છે. “જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે તેટલા સો સો વર્ષનો અબાધાકાળ હોય છે આવો નિયમ છે. પરંતુ આ નિયમ માત્ર આયુષ્યકર્મને લાગુ પડતો નથી. તેનો અબાધાકાળ બંધાતા પરભવના આયુષ્ય પ્રમાણે નથી. પરંતુ ઉદિત એવા શેષ વર્તમાન ભવ પ્રમાણે હોય છે. સાતકર્મોમાં કોઈપણ એક વર્તમાન સમયમાં બંધાતા કર્મોની તે બંધ સમયના કાળે થતી અબાધાકાળ અને ભોગ્યકાળની રચનાનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે - ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ બંધ અબાધાકાળ ભોગ્યકાળ અથવા વિષે કરચનાવાળો કાળ સમય (દલિક રચના દરેક સમયમાં અનંત અનંત દલિક રચના
વિનાનો કાળ)
ઉપરનું ચિત્ર અસત્કલ્પના માત્રથી વસ્તુસ્થિતિ સમજાવવા પુરતું દોર્યું છે. પ્રથમ સમયમાં જીવ વર્તે છે. બેથી સાત સમયમાં તે જીવ દલિકરચના કરતો નથી. તેથી તે બંધાતા કર્મનો અબાધાકાળ કહેવાય છે. જો કે અબાધાકાળમાં પણ પૂર્વકાળમાં બાંધેલું દલિક અમુક પ્રકૃતિને છોડીને અવશ્ય હોય જ છે. તેથી કર્મોદય પણ ચાલુ જ છે. ફક્ત વર્તમાન સમયે જે લતા બંધાય છે તે લતાના દલિકોની રચના અબાધાકાળને છોડીને ભાગ્યકાળમાં જ થાય છે. ત્યાં પણ ભોગ્યકાળના પ્રથમ સમયે બહુ દલિક, બીજા સમયે તેનાથી હીન દલિક, ત્રીજા સમયે તેનાથી પણ હીન, એમ પ્રતિસમયોમાં હીન, હીનતરપણે દલિકરચના થાય છે. આ પ્રમાણે આ ગાથામાં તથા હવે પછીની
૧. અનાદિ નિગોદમાંથી નીકળીને પંચેન્દ્રિયાદિમાં આવી દેવદ્રિકાદિ બાંધનારને પૂર્વબદ્ધ દલિક સત્તામાં હોતું નથી. ઈત્યાદિ સ્વયં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org