________________
પાંચમો કર્મગ્રંથ
૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ગાથામાં કહી છે. પરંતુ સર્વે કર્મોની જેમ જો તેની અબાધાકાળ સહિત ભોગ્યકાળવાળી સ્થિતિ જાણવી હોય તો પૂર્વક્રોડ વર્ષના ત્રીજા ભાગે અધિક તેત્રીસ સાગરોપમ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. શ્રી શિવશર્મસૂરિજીએ પ્રાચીન શતક નામના કર્મગ્રંથમાં કહ્યું છે કે-તિત્તીસુવહી ગાડમિ વતા હોર્ વમુક્ષોમા= અહીં કેવલ શબ્દથી અબાધારહિત માત્ર ભોગ્યકાળની આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એમ જાણવું.
ગાથા : ૨૬
તથા આયુષ્ય કર્મ વિના સાત કર્મોમાં ૭૦-૩૦-૨૦ કોડાકોડીની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે ૭૦૦૦-૩૦૦૦-૨૦૦૦ વર્ષનો અબાધાકાળ હોય છે. પરંતુ જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ બંધ ઘટે છે ત્યારે અબાધાકાળમાં ૧ સમય ઘટે છે. બે ભાગ ઘટે છે ત્યારે અબાધાકાળ ૨ સમય ઘટે છે એમ જેટલા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સ્થિતિબંધ ઘટે છે તેટલા સમયો અબાધાકાળમાં ઘટે છે. એમ કરતાં બરાબર ૧ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ ઘટે તો ૧૦૦ વર્ષ પ્રમાણ અબાધાકાળ ઘટે છે. એજ પ્રમાણે જઘન્યબંધથી આટલો બંધ વધે તો તેટલો અબાધાકાળ વધે છે.
૧૧૫
પ્રશ્ન - અહીં મૂલકર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાનો અધિકાર ચાલે છે ત્યાં ઉત્તર પ્રકૃતિ જે દેવાયુષ્ય અને નરકાયુષ્ય એમ બેની ઉત્કૃષ્ટ સ્થિતિ કેમ કહી? અને મૂલ આયુષ્યકર્મની કેમ ન કહી ?
ઉત્તર - મૂલ આયુષ્યકર્મની અને ઉત્તરકર્મ એવા દેવાયુષ્ય અને નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ સમાન જ છે. તેથી ઉત્તર પ્રકૃતિઓના આગળ આવતા અધિકારમાં આ બે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરીથી ન કહેવી પડે એમ સમજીને ગ્રન્થની લઘુતા માટે અહીં મૂલકર્મના અધિકારમાં બે આયુષ્યકર્મ સ્વરૂપ ઉત્તરકર્મની સ્થિતિ કહી છે અને તે જ મૂળ આયુષ્યકર્મની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેથી સમાન હોવાથી મૂળ કર્મની જુદી કહી નથી. ॥ ૨૬ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org