________________
ગાથા : ૩૧-૩૨
પાંચમો કર્મગ્રંથ
૧ ૨૫
વિવેચન = હવે જે કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડી છે. તેનાં નામ આપે છે. ભય, જુગુપ્સા, અરતિ, શોક આ ચાર મોહનીયની, તથા તુ શબ્દ પ્રત્યેકની સાથે જોડવાથી વૈક્રિયદ્ધિક, તિર્યંચદ્ધિક, ઔદારિકદ્વિક, અને નરકદ્ધિક, નીચગોત્ર, આ જ કર્મગ્રંથની બીજી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે તૈજસપંચક (તેજસ, કાર્મણ, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત) અસ્થિર, અશુભ, દર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય અને અયશકીર્તિ એમ અસ્થિરાદિ છે, ત્રસ, બાદર, પર્યાપ્તા અને પ્રત્યેક એ ત્રણચતુષ્ક, સ્થાવરનામકર્મ, એકેન્દ્રિયજાતિનામકર્મ, તથા પંચેન્દ્રિયજાતિનામકર્મ, નુપસકવેદ, અશુભવિહાયોગતિ. આ જ કર્મગ્રંથની ત્રીજી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે ઉચ્છવાસ ચતુષ્ક (ઉચ્છવાસ, ઉદ્યોત, આતપ અને પરાઘાત), ગુરુ, કર્કશ, ઋક્ષ અને શીત એમ ચાર સ્પર્શ તથા દુર્ગધ એમ કુલ ૪૨ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ છે.
અહીં ગાથા ૨૬ થી દરેક ગાથામાં જે જે કર્મોની જેટલા જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ કહી છે તે તે કર્મોનો તેટલા તેટલા સો સો વર્ષનો અબાધાકાળ જાણવો. જેમ કે મિથ્યાત્વમોહનીયની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ છે. માટે તેનો ઉત્કૃષ્ટ અબાધાકાળ સીત્તેર એવા સો એટલે કે ૭૦૦૦ વર્ષનો હોય છે. એમ જાણવું. એવી જ રીતે જ્ઞાનાવરણીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. તેથી તેનો અબાધાકાળ ૩૦૦૦ વર્ષનો જાણવો. એમ સર્વે મૂલ તથા ઉત્તરપ્રકૃતિમાં જાણવું પરંતુ આયુષ્યકર્મમાં આ નિયમ ન લગાડવો.
પ્રશ્ન= આયુષ્યકર્મમાં ઉત્કૃષ્ટસ્થિતિ પ્રમાણે ઉત્કૃષ્ટ અબાધા જો નથી હોતી તો તેમાં શું નીતિરીતિ છે ?
ઉત્તર= આયુષ્યકર્મમાં પરભવનું આયુષ્ય. ગમે તેટલું જઘન્ય, ઉત્કૃષ્ટ કે મધ્યમ બંધાય પરંતુ તેનો અબાધાકાળ આ ચાલુ વર્તમાનભવનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલો જ હોય છે. એટલે પરભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમાદિ બંધાય તો પણ પૂર્વક્રોડ વર્ષના ત્રીજા ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org