________________
૧૨૮
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩૩
તેનાથી અધિક સ્થિતિબંધ થતો નથી. એક કોડને એક ક્રોડ વડે ગુણવાથી જે આવે તે એક કોડાકોડી કહેવાય છે. ૧૦000000×30000000= ૧00000000000000 આટલા સાગરોપમમાં કંઈક ન્યૂન તે અંતઃકોડાકોડી સાગરોપમ કહેવાય છે. નામકર્મની બીજી બધી પ્રકૃતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧૦-૧૫-૨૦ કોડાકોડી સાગરોપમ જેમ થાય છે. તેમ આ ત્રણ કર્મોમાં કંઈક ન્યૂન એક કોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિબંધ નથી. તેનું કારણ એ છે કે બીજી બધી પ્રકૃતિ મિથ્યાત્વે પણ બંધાય છે. કે જ્યાં ૧૦-૧૫-૨૦ કોડાકોડી ઇત્યાદિ ઉત્કૃષ્ટસ્થિતિ બંધાય છે. આ ત્રણ કર્મો સમ્યગ્દષ્ટિ અને અપ્રમત્ત સંયમીને જ બંધાય છે. અને તે ગુણસ્થાનકોમાં આગળ આવતી સાધુવંતે ગાથા ૪૮માં કહ્યા પ્રમાણે અંત:કોડાકોડી સાગરોપમથી વધારે કોઈ પણ કર્મોની સ્થિતિબંધ નથી. માટે આ ત્રણ કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કોડાકોડીસાગરોપમ જ છે. અધિક બંધ નથી.
“જેટલા કોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ હોય, તેટલા સો વર્ષનો અબાધાકાળ” એ ન્યાયે આ ત્રણ કર્મોનો અબાધાકાળ કંઈક ન્યૂન ૧૦૦ વર્ષનો હોવો જોઈએ. પરંતુ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાષ્ટિના અંત:કોડાકોડી કરતાં સંખ્યાતગુણ હીન હોવાથી માત્ર અંતર્મુહૂર્ત જ અબાધા હોય છે. એટલે બધ્યમાન સમયથી એક અંતર્મુહૂર્તકાળ જેટલા કાળને છોડીને આ ત્રણ કર્મોની દલિતરચના=નિષેકરચના જીવ કરે છે. એક અંતર્મુહૂર્ત કાળમાં કર્મના પ્રદેશોની રચના=નિષેકરચના જીવ કરતો નથી. તેથી અંતર્મુહૂર્તકાળ અબાધાકાળ છે. એમ જાણવું.
પ્રશ્નઃ આ જિનનામકર્મ અને આહારકદ્ધિક બંધાયા પછી તેનો ઉદય ક્યારે શરૂ થાય ?
ઉત્તર= કર્મોના ઉદય બે જાતના હોય છે. જેવી પ્રકૃતિસ્વરૂપે બંધાયું છે તેવા પ્રકારના જ ફળપ્રદાન કરવા રૂપે રસોદયથી ભોગવાય તે વિપાકોદય કહેવાય છે. અને બંધાયા પછી એક આવલિકા ગયા બાદ સક્લકરણને યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org