________________
૧૧૪
- પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૬
ગાથામાં સર્વે મૂલકર્મોની અને ઉત્તરકર્મોની જે સ્થિતિ કહેવાશે તે અબાધાકાળ અને ભોગ્યકાળ બન્ને સાથે મળીને કહેવાશે. તેમાંથી જે કર્મોની જેટલા કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય, તેટલા સો સો વર્ષનો અબાધાકાળ સમજી લેવો. બાકીનો ભોગ્યકાળ જાણવો. આ નિયમ સાતકર્મોમાં લાગુ પડે છે.
આયુષ્યકર્મમાં વર્તમાનભવનું આયુષ્ય જેટલું બાકી હોય તેટલો જ અબાધાકાળ સમજવો. પરભવનું આયુષ્ય ભલે દેવ-નારકી સંબંધી ૩૩ સાગરોપમ બંધાય કે મનુષ્ય-તિર્યંચ સંબંધી અંતર્મુહૂર્ત બંધાય અથવા ત્રણ પલ્યોપમ બંધાય તો પણ અબાધાકાળ વર્તમાન ભવના શેષ આયુષ્ય સમાન જ હોય છે. તેથી પરભવનું આયુષ્ય ૩૩ સાગરોપમ જેટલું ઉત્કૃષ્ટ બંધાય તો પણ અબાધાકાળ વર્તમાનભવના શેષાયુષ્ય તુલ્ય એટલે ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ પણ હોઈ શકે અને જઘન્યથી અંતર્મુહૂર્ત પણ હોઈ શકે. તેવી જ રીતે પરભવનું આયુષ્ય ભલે અંતર્મુહૂર્ત જ બંધાય. તો પણ અબાધાકાળ પૂર્વક્રોડનો ત્રીજો ભાગ પણ હોય અને અંતર્મુહૂર્ત પણ હોય. - હવે આપણે કયા કયા કર્મોની કેટલી કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. તે જોઈએ. નામકર્મ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ત્યાં ૨૦૦૦ વર્ષનો અબાધાકાળ છે. અને શેષ ભાગ્યકાળ છે. મોહનીયકર્મની ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્યાં ૭૦૦૦ વર્ષનો અબાધાકાળ છે. અને શેષ ભોગ્યકાળ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. ૩૦૦૦ વર્ષનો અબાધાકાળ છે અને બાકીનો ભોગ્યકાળ છે. આયુષ્યકર્મમાં દેવ-નરકના આયુષ્યને આશ્રયી મૂલકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (અબાધાકાળ વિના કેવળ ભોગ્યકાળની) ૩૩ સાગરોપમ જાણવી.
- આયુષ્યકર્મમાં અબાધાકાળ વર્તમાન ભવના શેષ આયુષ્યને અનુસારે હોવાથી અનિયત છે. માટે કેવળ ભોગ્યકાળને આશ્રયીને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org