________________
૧૧૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૨૬
ગાથા ૨૭માં બદન પદ સ્પષ્ટ હોવાથી ત્યાં કહેલી સ્થિતિ જઘન્ય છે. માટે અર્થપત્તિન્યાયથી સમજાય છે કે આ સ્થિતિ ઉત્કૃષ્ટ છે.
પૂર્વ અર્ધ ગાથામાં નામ, ગોત્ર અને મોહનીય કર્મોની સ્થિતિ કહી છે. અને ગાથાના ચોથા ચરણમાં આયુષ્યકર્મ કહેવાનું છે. તેથી ત્રીજા ચરણમાં કહેલા વાસુ શબ્દથી બાકી રહેલાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એમ ચાર કર્મો જાણવાં.
સ્થિતિબંધ એટલે બંધાતું એવું આ કર્મ આત્મા સાથે કેટલો કાળ રહેશે ? તેનું નક્કી થયું છે. કોઈ પણ જીવ જે સમયે કર્મ બાંધતો હોય છે. તે સમયમાં ગ્રહણ થતાં કાર્મણવર્ગણાનાં અનંતાનંત દલિકોમાંથી કેટલાંક દલિકો અમુક સમયે ઉદયમાં આવશે, કેટલાંક દલિકો તેના પછીના બીજા સમયમાં ઉદયમાં આવશે. વળી કેટલાંક દલિકો તેના પછીના ત્રીજા સમયમાં ઉદયમાં આવશે એમ પ્રત્યેક દલિકોમાં તે કયા કયા સમયે ઉદયમાં આવશે અને ફળપ્રદાન કરશે એવો સ્વભાવ નક્કી થાય છે. તેને સ્થિતિબંધ કહેવાય છે. તે દલિકોમાં ઉદયમાં આવવાની કરાયેલી આ વ્યવસ્થા પ્રમાણે જો તે દલિકોને ક્રમશઃ ગોઠવવામાં આવે તો વીસ, ત્રીસ, સીત્તેર, કોડાકોડી સાગરોપમ ચાલે તેટલી લાંબી લતા થાય છે. તેને જ સ્થિતિબંધ કહેવાય છે. બંધાતા એવા એક સમયના તે અનંતાનંત દલિકોમાં જે સમયે બંધાય છે તેના પછી તુરતના પહેલા બીજા-ત્રીજા-ચોથા સમયમાં જ ઉદયમાં આવે અર્થાત્ ફળ પ્રદાન કરે એવાં દલિકો (એવી સ્થિતિ સ્વભાવવાળાં દલિકો) એક પણ હોતાં નથી. તેથી ઉદયમાં ન આવે (ફળ ન આપે) તેવા કાળને અબાધાકાળ કહેવાય છે. અને જ્યારથી ઉદય શરૂ થાય છે. ત્યારથી પ્રત્યેક સમયમાં ઉદયમાં આવીને ફળપ્રદાન કરે તેવો જે કાળ છે. તેને ભોગ્યકાળ કહેવાય છે. અબાધાકાળમાં દલિક રચના હોતી નથી, તેથી દલિકો ઉદયમાં આવતા નથી. કર્મોદયજન્ય બાધા (પીડાત્ર ફળપ્રદાનતા)થતી નથી તેથી તે કાળનું નામ “અબાધાકાળ” કહેવાય છે. અને ભાગ્યકાળમાં જીવ દલિકરચના કરે છે તેથી ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org